Advertisement

ગંભીર દુર્ઘટના/ શામળાજીના ગોઢકુલ્લા ગામે થયેલા ભેદી વિસ્ફોટનું ઘેરાતુ રહસ્ય, વૈજ્ઞાનિક ઢબે તપાસનો ધમધમાટ શરૂ

12:11 PM Aug 29, 2021 | Bansari |
Advertisement

GSTV

અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે ગોઢકુલ્લા ગામે થયેલા ભેદી વિસ્ફોટની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મૃત્યુ પામેલા પુરુષના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે. આ મૃતદેહનું એફએસએલ, પોલીસની હાજરીમાં પેનલ ડૉકટર પોસ્ટમોર્ટમ કરશે. બ્લાસ્ટમાં પિતાના મોત બાદ દોઢ વર્ષની બાળકીનું આજે સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે ઘાયલ માતા અને 10 વર્ષીય બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં હાલ સારવાર હેઠળ છે. ગોઢકુલ્લા ગામના તળાવ પાસેથી મળેલી વસ્તુના બ્લાસ્ટ અંગે એફ.એસ.એલ અને પોલીસની ટીમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે તપાસ શરુ કરી દેવામાં આવી છે.

ભેદી વિસ્ફોટમાં મૃત્યુઆંક વધ્યો

અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલા ગોઢકુલ્લા ગામે થયેલા ભેદી વિસ્ફોટમાં વધુ એક બાળકીનું મોત થતા મોતનો આંકડો બે પર પહોંચ્યો છે. હિંમતનગરમાં સારવાર હેઠળ બાળકીનું આજે મોત નીપજયું હતું. ગામનાં તળાવ પાસેથી મળેલી વસ્તુથી વિસ્ફોટ થતા ગઈકાલે એકનું મોત થયું હતું અને ત્રણને ઈજાઓ પહોંચી હતી. વિસ્ફોટને લઈ એફએસએલ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી વિસ્ફોટ પાછળનું કારણ જાણવા મળશે.

વિસ્ફોટને લીધે ગામમાં ભયનો માહોલ

જો કે, આ વિસ્ફોટ થવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. પરંતુ તમને જણાવી દઇએ કે, વિસ્ફોટને લીધે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. આ બનાવની જાણ થતા જ શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી બાજુ પંચમહાલના હાલોલના પ્રતાપપુરા ગામે કંપનીમાં બ્લાસ્ટ થયો છે જેમાં ત્રણ કામદારો દાઝ્યાં છે. જેઓને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં છે. પ્રતાપપુરા ગામે ફાર્માસ્યુટિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટની અસરના કારણે રહેણાંક વિસ્તારમાં પણ જોવા મળી હતી. લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.

Read Also

Advertisement

The post ગંભીર દુર્ઘટના/ શામળાજીના ગોઢકુલ્લા ગામે થયેલા ભેદી વિસ્ફોટનું ઘેરાતુ રહસ્ય, વૈજ્ઞાનિક ઢબે તપાસનો ધમધમાટ શરૂ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next