Advertisement

રાજકારણમાં ગરમાવો / પરબત પટેલની કથિત વીડિયો ક્લિપ મામલે મુખ્ય આરોપીની ધરપકડ, LCB એક્શનમાં

09:49 PM Aug 11, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલની એક યુવતી સાથેની કથિત બિભત્સ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ ખળભળાટ મચી ગયો છે. આ મામલે પરબતભાઇ પટેલના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. ત્યારે આ મામલે મુખ્ય આરોપી મઘાભાઈ પટેલની લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ધરપકડ કરી લીધી છે. વાવ પાસેના ગામની સીમમાંથી LCB એ ધરપકડ કરી લીધી છે. ફરીયાદ નોંધાયેલા બંને આરોપીઓને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ વીડિયો ક્લિપ અંગે GSTV કોઇ પણ પ્રકારની પુષ્ટી નથી કરી રહ્યું.

એક અશ્લિલ ઓડિયો ક્લિપએ બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલની એક કથિત વીડિયો ક્લિપ વાઇરલ થઇ છે જેમાં એક યુવતી જોવા મળી રહી છે. આ વીડિયો ક્લિપથી ભાજપ છાવણી સહિત સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. એક સપ્તાહ અગાઉ જ પરબતભાઇ પટેલના નજીકના સગા અને તેમના જ ગામના મધાભાઈ પટેલ નામના યુવકે આ વીડીયો ક્લિપના કેટલાક સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાં હતાં.

જ્યાર બાદ આખોય વીડિયો 15મી ઓગસ્ટના રોજ 12 વાગે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે ચીમકી ઉચ્ચાર્યા બાદ 15મી ઓગસ્ટ પહેલાં જ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. આ બાબત ધ્યાને આવતા જ પરબતભાઇ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પરબત પટેલની આ કથિત વીડિયો ક્લિપને લઇને ફરિયાદમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, આ વીડિયો એડીટ કરેલો છે તેમજ આ વીડિયોને લઇને વર્ષ 2016થી કેટલાંક લોકો બ્લેકમેલ કરી રહ્યાં છે. જે અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ વીડિયો પીલુડા નામના ગ્રુપમાં એક યુવકે વાયરલ કર્યો હતો. જેથી પોલીસે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર અને વીડિયો વાયરલ કરનારના કનેક્શન અંગે તેમજ સોશિયલ મીડિયાના પુરાવાઓ એકઠા કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.

Advertisement

મહત્વનું છે કે, એક સપ્તાહ પહેલાં જ પરબત પટેલએ મીડિયા સાથેની વાતચીતમાં આ ક્લિપનો ઉલ્લેખ કરીને તેમને ખોટી રીતે બ્લેકમેલ કરાતા હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. હાલ તો પોલીસે આ બિભત્સ વીડિયો અંગે તપાસ શરૂ કરી છે. જેમાં તપાસ બાદ સામે આવશે કે શું આ વીડિયો અસલી છે કે નકલી. હાલમાં આ વીડિયોને લઇને રાજકારણ ગરમાયેલું છે. જો કે આ વીડિયો અંગે GSTV કોઇ પણ પ્રકારની પુષ્ટી નથી કરી રહ્યું.

આ વીડિયો વાયરલ થયા બાદ તે સોશિયલ મીડિયામાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બની ગયો છે. શનિવારે ડીસાના બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે પરબત પટેલએ પ્રામાણિક હોવાનું જણાવીને કહ્યું હતું કે, ‘હું સ્પષ્ટતા કરૂં છું કે મેં કદી કશું ખોટું કર્યું નથી. આ બાબત અંગે જરૂર પડશે તો હું પોલીસ ફરિયાદ કરાવીશ.મેં મારા જીવનમાં ક્યારેય કોઇ ખરાબ કૃત્ય કર્યું નથી. ‘

READ ALSO

The post રાજકારણમાં ગરમાવો / પરબત પટેલની કથિત વીડિયો ક્લિપ મામલે મુખ્ય આરોપીની ધરપકડ, LCB એક્શનમાં appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next