Advertisement

ભયંકર અકસ્માત / બસ સીધી નહેરમાં ખાબકી : અત્યાર સુધી 38ના મોત, અમિત શાહે કરી શિવરાજ સાથે વાત

01:56 PM Feb 16, 2021 | Bansari |
Advertisement

GSTV

મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે મોટો બસ અકસ્માત થયો હતો. અહીં અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 38 લોકોનાં મોત નીપજ્યાં છે. સીધીથી સતના જઇ રહેલી બસ સવારે નહેરમાં પડી, જેમાં લગભગ 50 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં 38 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.. સવારે 11.45 વાગ્યે ક્રેનની મદદથી બસને બહાર કઢાઈ છે. કેટલીક લાશો પાણીમાં તણાઈ ગઈ છે.

એએસપી અંજુલતા પટેલે જણાવ્યું છે કે લાશોને બહાર કઢાઈ છે. બાકીના મુસાફરોની પણ મોતની આશંકા છે. આ અકસ્માત રામપુરના નૈકિન વિસ્તારમાં સવારે લગભગ સાડા સાત વાગે થયો છે. બસ સીધીથી સતના જઈ રહી હતી.

વળતરની જાહેરાત, અમિત શાહ પણ સક્રિય

આ મામલે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સાથે, બે મંત્રીઓને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે, જેથી બચાવ કાર્ય વહેલી તકે કરવામાં આવે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ આ મામલે શિવરાજસિંહ ચૌહાણ સાથે વાત કરી છે અને વહેલી તકે બચાવ કામગીરી હાથ ધરવાની ચર્ચા કરી છે. અમિત શાહે કહ્યું કે સ્થાનિક વહીવટ રાહત અને બચાવ માટે તમામ શક્ય મદદ કરી રહ્યું છે. હું મૃતકોના સંબંધીઓ પ્રત્યે શોક વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરુ છું.

ટ્રાફિક હોવાથી ટ્રાઈવે બસ સાંકડા રસ્તા પર લઈ આવ્યો ડ્રાઈવર

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર બસની ક્ષમતા માત્ર 32 મુસાફરોની હતી. જોકે, આ બસમાં 54 મુસાફરો હતા. સીધીથી આ બસ છુહિયા ઘાટીથી સતના તરફ જઈ રહી છે. જોકે, ટ્રાફિક હોવાથી ડ્રાઈવરે રૂટ બદલી દીધો હતો. આ સમયે રસ્તો સાંકડો હોવાથી ડ્રાઈવરે બસના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં બસ નહેરમાં ખાબકી હતી. ઝાંસીથી રાંચી જતો આ રસ્તો સતના, રીવી, સીધી અને સીંગરોલી થઈને જાય છે. એટલે અહીં ટ્રાફિક જામની વર્ષોથી સમસ્યા રહેતી હોય છે.

એસડીઆરએફ અને ગોતાખોરોની ટીમ શોધી રહી છે લાશો

એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી ગઈ છે. બસને ક્રેનની મદદથી બહાર કઢાઈ છે. ગોતાખોરો હાલમાં લાશો શોધી રહ્યા છે. નહેરમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી ટીમ પાણી ઘટવાની રાહ જોઈ રહી છે. એ પણ આશંકા છે કે પાણીના તેજ પ્રવાહને પગલે લાશો દૂર સુધી પાણીમાં તણાઈ ગઈ પણ હોય. હાલમાં બાણસાગર ડેમમાંથી પાણીનો પ્રવાહ અટકાવી દેવામાં આવ્યો છે. પાણીનું સ્તર ઘટ્યા બાગ બીજી લાશો મળી શકે છે. પાણીનું હાલમાં ડ્રાયવર્ઝન કરી સિહાવલ નહેરમાં મોકલાઈ રહ્યું છે.

Read Also

The post ભયંકર અકસ્માત / બસ સીધી નહેરમાં ખાબકી : અત્યાર સુધી 38ના મોત, અમિત શાહે કરી શિવરાજ સાથે વાત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next