Advertisement

મૌની રૉય આ તારીખે પરણી જશે! દુબઇના બિઝનેસમેન સાથે અહીં કરશે ડેસ્ટિનેશન વેડિંગ

03:17 PM Oct 01, 2021 | Bansari |
Advertisement

GSTV

ટીવીની દુનિયામાં લોકોનું દિલ જીતીને બોલિવૂડમાં એન્ટ્રી કરનાર મૌની રોય સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. નાના પડદા પર ‘નાગિન’ની ભૂમિકા ભજવનાર મૌની ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહી છે. તે દુબઈના બિઝનેસમેન અને તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે 7 ફેરા ફરીને લગ્ન કરવા જઈ રહી છે. તેના લગ્નના પ્લાનિંગનો ખુલાસો તેના કઝીને કર્યો છે.

મૌની રોય આગામી નવા વર્ષમાં એટલે કે 2022 માં નવા સંબંધમાં બંધાવા જઈ રહી છે. તે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે જાન્યુઆરીમાં દુબઈ અથવા ઈટાલીમાં લગ્ન કરશે. એક્ટ્રેસ ઘણી વખત તેના બોયફ્રેન્ડ સાથે સ્પોટ થઇ છે. તેના કઝીને મૌનીના લગ્ન વિશે ઘણા ખુલાસા કર્યા છે. તેમના કઝીન વિદ્યુત રોય સરકારે ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

ડેસ્ટિનેશન વેડિંગ કરશે મૌની

વિદ્યુતે વધુમાં જણાવ્યું કે લગ્નનું ડેસ્ટિનેશન દુબઈ અથવા ઈટાલી હશે. આ પછી, કૂચ બિહારમાં પણ એક અલગ ફંક્શન કરવામાં આવશે. તેણે કહ્યું કે તે પોતાના પરિવારમાં સાથે આ લગ્નમાં હાજરી આપશે.

બેન્કર અને બિઝનેસમેન છે સૂરજ નામ્બિયાર

સૂરજ દુબઈમાં બેન્કર અને બિઝનેસમેન છે. તે બેંગ્લોરના જૈન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સૂરજ અને મૌની લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. ફેન્સ આ લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

મંદિરા બેદીના ઘરે નક્કી થયા લગ્ન

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૌનીની માતાએ એક્ટ્રેસ મંદિરા બેદીના ઘરે સૂરજના માતા -પિતા સાથે મળીને લગ્ન અંગે ચર્ચા કરી. એવા રિપોર્ટ્સ પણ હતા કે ગયા વર્ષે લોકડાઉન દરમિયાન બંનેએ લગ્ન કરી લીધાં હતા. જોકે મૌનીએ પાછળથી આ વાતનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેણે કહ્યું હતું કે આ રિપોર્ટ્સ સાચા નથી.

મૌનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

Read Also

The post મૌની રૉય આ તારીખે પરણી જશે! દુબઇના બિઝનેસમેન સાથે અહીં કરશે ડેસ્ટિનેશન વેડિંગ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next