Advertisement

ભાવનગરના 5000થી વધુ ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માંગ કરતા ખળભળાટ, જાણો કારણ

06:49 PM Aug 06, 2018 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ભાવનગરના ઘોઘા તાલુકાના ૧૨ ગામોના ખેડૂત છેલ્લા 9 મહિનાથી GPCL કંપની સામે જમીન સંપાદન મામલે લડત ચલાવી રહ્યાં છે. આ મામલે ન્યાય ન મળતાં એપ્રિલમાં આ વિસ્તારના પાંચ હજાર કરતા વધુ ખેડૂતોએ રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુ માટે અરજી કરી હતી. પણ સરકાર દ્વારા સંપાદન કરવામાં આવતા અને આ મામલે કોઈ ન્યાય ન મળતા નારાજ ગ્રામજનોએ ફરી ઈચ્છા મૃત્યુની અરજીનો સ્વીકાર કરવાની માગ કરી છે. આ માગ સાથે ખેડૂતોએ અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. અત્યાર સુધીમાં ઉપવાસ, રેલીઓ, આવેદનો જેવા કાર્યક્રમો યોજીને લડત ચલાવી રહ્યાં છે. જો ઈચ્છા મૃત્યુની માંગ અંગે ૧૫ દિવસમાં તંત્ર કોઈ નિર્ણય કે જવાબ નહીં આપે તો ૧૨થી ૧૫ હજાર લોકો ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે

The post ભાવનગરના 5000થી વધુ ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માંગ કરતા ખળભળાટ, જાણો કારણ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next