Advertisement

Good News : મેળવો માત્ર 19 રૂપિયાની રિચાર્જ કૂપન અને આજે જ ઉઠાવો અનલિમિટેડ સુવિધાઓનો લાભ

06:22 PM Feb 22, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

જો તમે ખૂબ જ ઓછી કિંમતમાં તમારું મોબાઇલ રિચાર્જ કરાવવા ઇચ્છો છો તો આ સમાચાર ખાસ આપની માટે જ છે. હવે તમે માત્ર 19 રૂપિયામાં જ એક શાનદાર રિચાર્જ કૂપન મેળવી શકો છો. આ નાના રિચાર્જમાં તમને મળશે અનલિમિટેડ સુવિધાઓ….

એરટેલની 19 રૂપિયાવાળી રિચાર્જ કૂપન

એરટેલે યુઝર્સને ધ્યાનમાં રાખીને એક શાનદાર નાની રિચાર્જ કૂપન લોન્ચ કરી છે. આ રિચાર્જ કૂપનની કિંમત માત્ર 19 રૂપિયા છે. એરટેલ પોતાના ગ્રાહકોને આ પ્લાનમાં અનેક શાનદાર બેનિફિટ્સ આપી રહી છે.

ફ્રી અનલિમિટેડ કોલિંગ

એરટેલની આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. યુઝર્સ આ પ્લાન અંતર્ગત કોઇ પણ નેટવર્કમાં 24 કલાક કોઇ પણ જાતના અડચણ વગર વાત કરી શકે છે.

ઇન્ટરનેટ પણ ભરપૂર ફાયદો ઉઠાવી શકશો

યુઝર્સને 19 રૂપિયાવાળા આ રિચાર્જ પ્લાનમાં માત્ર કોલિંગની જ સુવિધા નથી મળી રહી. પરંતુ સાથે સાથે શાનદાર ઇન્ટરનેટની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ નાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 200 MB ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. એટલે કે કોઇ પણ જાતી રોકટોક વગર તમે મનોરંજનનો લાભ ઉઠાવી શકો છો.

મફત SMS ની પણ સુવિધા

Advertisement

રિચાર્જ પ્લાનમાં કોલિંગ અને ઇન્ટરનેટથી પણ વધારે સુવિધાઓ મળી રહી છે. તમે નાના રિચાર્જમાં મફ્ત SMS પણ કરી શકો છો.

બે દિવસની છે વેલિડિટી

મળતી જાણકારી અનુસાર, આ એરટેલ પ્લાનની એક સારી બાબત એ છે કે, આ રિચાર્જમાં બે દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ સિવાય Airtel ગ્રાહકોને લલચાવવા માટે લાંબા વેલિડિટી વાળા પ્લાનમાં વધારે શાનદાર ઓફર આપી રહી છે. કંપની 84 દિવસના રિચાર્જ પ્લાનમાં તમને 6GB Data મફત આપી રહી છે. યુઝર્સન Airtel ની મફત કુપનનો લાભ લેવા માટે Airtel Thanks મોબાઇલ એપનો ઉપયોગ કરવાનો રહેશે. તમામ મફત કુપન પણ આ એપના આધારે યુઝર્સને આપવામાં આવી રહી છે.

READ ALSO :

The post Good News : મેળવો માત્ર 19 રૂપિયાની રિચાર્જ કૂપન અને આજે જ ઉઠાવો અનલિમિટેડ સુવિધાઓનો લાભ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next