Advertisement

ભરાયા/ કરિયર ચમકાવવાના નામે મોડેલ સાથે રેપ અને છેડતી ,એક્ટર જેકી ભગનાની સહિત બોલીવુડના 9 નામચીન લોકો વિરુદ્ધ FIR

12:19 PM May 31, 2021 | Bansari |
Advertisement

GSTV

મુંબઇમાં 9 હાઇપ્રોફાઇલ લોકો વિરુદ્ધ રેપ અને મોલેસ્ટેશનનો કેસ દાખલ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઇની જ એક મોડેલે બોલીવુડના ફેમસ ફોટોગ્રાફર અને એક્ટર જેકી ભગનાની સાથે અન્ય અનેક લોકો પર છેડતી અને રેપનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં ફોટોગ્રાફર કોલસ્ટન જ્યુલિયન વિરુદ્ધ પણ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે.

મોડેલે લગાવ્યા આ આરોપ

જણાવી દઇએ કે બાંદ્રા પોલીસના સૂત્રોએ જાણકારી આપી છે કે મોડેલ ફોટોગ્રાફર ઉપરાંત અન્ય 8 લોકો વિરુદ્ધ છેડતીના આરોપ લગાવ્યાં છે. મોડેલનું કહેવું છે કે કોલસ્ટન જ્યુલિયને મોડેલિંગમાં ચાન્સ અપાવવાના નામે વર્ષ 2014થી 2018 દરમિયાન તેના પર બળાત્કાર ગુજાર્યો.

બોલીવુડના આ હાઇપ્રોફાઇલ નામ આવ્યા સામે

અગત્યુનું છે કે મોડેલે ફોટોગ્રાફર સાથે જ ક્વાન એન્ટરટેનમેંટના ફાઉન્ડર અનિરબાન બ્લાહ, એક્ટર જેકી ભગનાની, નિખિલ કામત, શીલ ગુપ્તા, અજિત ઠાકુર, ગુરુજ્યોત સિંહ, કૃષ્ણકુમાર, વિષ્ણુ વર્ધાન ઇંદુરી પર છેડતીનો આરોપ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ થયો છે. આ મામલે મોડેલનો આરોપ છે કે એક્ટર જેકી ભગનાનીએ તેની સાથે બાંદ્રામાં, નિખિલ કામતે સાંતાક્રુઝની એક ફાઇવ સ્ટાર હોટેલમાં, શીલ ગુપ્તા નામના શખ્સે 2015માં અંધેરીની એક બિલ્ડિંગમાં તેની સાથે છેડતી કરી હતી.

આ ઉપરાંત મોડેલનો આરોપ છે કે અજિત ઠાકુરે વર્ષ 2018માં તેની સાથે વિલેપાર્લેની એક બિલ્ડિંગમાં રેપ કર્યો હતો. હવે મોડેલની ફરિયાદ બાદ તમામ આરોપીઓ પર આઇપીસીની ધારા 378 (એન), 354 અને 34 અંતર્ગત કેસ કરવામાં આવ્યો છે.

Read Also

Advertisement

The post ભરાયા/ કરિયર ચમકાવવાના નામે મોડેલ સાથે રેપ અને છેડતી ,એક્ટર જેકી ભગનાની સહિત બોલીવુડના 9 નામચીન લોકો વિરુદ્ધ FIR appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next