Advertisement

તંત્રની બેદરકારી : વણઝારી વાવની હાલત દયનીય

07:55 PM Apr 24, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

પુરાતત્વ વિભાગ દ્વારા ઘણાં સ્મારકોને રક્ષિત સ્મારકો તરીકે દરજ્જો તો અપાય છે. પરંતુ શું ખરેખર તેની જાળવણી થાય છે આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કેમકે વણઝારી વાવની હાલત દયનીય છે.

આ છે મોડાસામાં આવેલી વણઝારી વાવ. પુરાતત્વ વિભાગે આ વણઝારી વાવનો રક્ષિત ઇમારતોમાં સમાવેશ કર્યો છે. પરંતુ આજે આ વાવની દુર્દશા જોઈને પુરાતત્વ પ્રેમીઓનું દિલ દુખી થઇ જાય. આવી દુર્દશાનું કારણ આજુબાજુના દુકાનદારો અને રહીશો છે. જે અહીં કચરો ફેંકે છે. તો મોડાસામાં રક્ષિત ઇમારતોની જાળવણી કરવાની જવાબદારી તંત્રની છે તેને કઈ પડી નથી. તંત્ર દ્વારા એકવાર રક્ષિત ઈમારતનો દરજ્જો અપાયા બાદ તેના રક્ષણ અને જાળવણી કરવી જોઈએ પરંતુ જાળવણી થતી નથી.

CRICKET.GSTV.IN

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

વણઝારી વાવનો ઉપયોગ લોકો દ્વારા શૌચાલય તરીકે કરવામાં આવી રહ્યો છે. આજુબાજુના વેપારીઓ દ્વારા દબાણ કરાયુ છે. પુરાતવ વણઝારી વાવ જાણે કચરા પેટી હોય તેમ કચરો ઠાલવવામાં આવે છે. અહીં બોર્ડ પણ લગાવાયુ છે લોકો બેસી શકે તે માટે બેન્ચ પણ મૂકાઇ છે. પરંતુ સવાલ થાય કે અહીં જો જાણવી જ ન થતી હોય તો અહીં બેસવા આવે પણ કોણ.આપણા દેશમાં વિસરાતી જતી વિરાસત અને વિનાશ પામી રહેલી વિરાસતની જો વાત કરવામાં આવે તો કદાચ વણઝારી વાવ પણ તેમાં આવી જાય તે ખરેખર દુ:ખની વાત છે.

Advertisement

The post તંત્રની બેદરકારી : વણઝારી વાવની હાલત દયનીય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next