Advertisement

ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી બરોડા ડેરી સામે માંડ્યો મોર્ચો, બોર્ડ સામે રાખી આ માંગ: ભાજપ નેતા મામલો શાંત પાડવા પહોંચ્યા ઘરે

08:55 PM Sep 19, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

પશુપાલકોને ડેરી દ્વારા ભાવ વધારો ન ચૂકવાતા ફરી એકવાર ધારાસભ્ય મેદાને પડયા છે. ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી બરોડા ડેરી સામે મોર્ચો માંડ્યો છે. જેમાં ધારાસભ્ય કેતન ઇનામદારના ઘરે વડોદરા જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા પહોંચ્યા હતા. થોડા દિવસ અગાઉ વડોદરા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ અને ધારાસભ્ય કેતન ઇનામદાર વચ્ચે સમાધાન થયું હતું. જો કે કેતન ઇનામદારની માંગો પૂરી ના થતા ફરી ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરી સામે મોરચો માંડ્યો છે.

આ મહિનાની શરૂઆતામાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ડેરીના સભાસદો અને પશુપાલકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેતન ઇનામદારે પશુપાલકો માટે અવાજ ઉઠાવ્યો હતો. તેમા તેમણે દુધ ઉત્પાદન સંઘ તરફથી પડતી મુશ્કેલીને લગતા પ્રશ્નો અંગે ઉઠાવ્યા હતા.

ઇનામદાર દ્વારાં જન આક્રોશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ મીટિંગમાં દૂધમંડળીના પ્રમુખો સભાસદોએ ડેરીના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં આગામી બરોડા ડેરીની સાધારણ સભામાં રજુઆત કરી ન્યાય અપાવવા ધારાસભ્યએ હૈયાધારણા આપી હતી અને જો આગામી સમયમાં મંડળી ના સભાસદોને ન્યાય ન મળે તો વડોદરા ડેરી સામે મોર્ચો માંડવાની ધારાસભ્યએ ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે. આમ ભાજપની ડેરીના બોર્ડ વિરુદ્ધ ભાજપાના ધારાસભ્યે મોરચો ખોલતા રાજકીય ગરમાવો આવ્યો છે.

MLAએ ડેરીમાં ગેરરીતિ ચાલતી હોવાનો પત્ર લખતા રાજકારણ ગરમાયું

ઉલ્લેનીય છે કે વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરીમાં ગેરરીતિ ચાલતી હોવાનો પત્ર સહકારી મંત્રીને લખતા રાજકારણ ગરમાયુ હતુ અને આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે બરોડા ડેરીની ઇમેજ ખરડાઈ છે. 14 મુદ્દાઓ સાથેનો પત્ર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારએ સહકારી મંત્રીને પત્ર લખતાં બરોડા ડેરીના રાજકરણમાં ખળભળાટ મચી ગયો હતો. તો આક્ષેપો મામલે સ્પષ્ટતા આપતા બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે, ધારાસભ્ય મારા મિત્ર જ છે, તેઓ મને ફોન પણ કરી શકતા હતા. પરંતુ સાવલી ડેરીના ડિરેકટર કુલદીપસિંહ આગામી વિધાનસભાની ચૂંટણીમાં દાવેદારી કરવાના હોય કેતન ઇનામદારના પેટમાં તેલ રેડાયું છે અને તેની દુશ્મની તેઓ ખોટા આક્ષેપ કરીને કાઢી રહ્યા છે, તેઓ ખુલા મેદાનમાં આવે તેમને જવાબ મળશે.

Read Also

Advertisement

The post ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી બરોડા ડેરી સામે માંડ્યો મોર્ચો, બોર્ડ સામે રાખી આ માંગ: ભાજપ નેતા મામલો શાંત પાડવા પહોંચ્યા ઘરે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next