Advertisement

બહુચરાજીના ચડાસણા પાટિયા નજીક હોલસેલ વેપારી લૂંટાયો, બાઇક પર આવેલા શખ્સો 3 લાખની લૂંટ કરી ફરાર

08:28 PM Feb 07, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

રાજ્યમાં અવારનવાર લૂંટની ઘટનાઓ સામે આવતી રહે છે. એમાંય કોરોના કાળમાં તો અનેક લોકોના નોકરી-ધંધા પડી ભાગતા લોકોની હાલત કફોડી થઇ ગઇ છે. એવામાં શક્ય છે કે લોકો અવળા રવાડે ચડી ગયા હોય. ત્યારે રાજ્યમાં બહુચરાજીના ચડાસણા પાટિયા પાસે મહેસાણાના કોસ્મેટિકના એક હોલસેલ વેપારીને લૂંટી લેવાયો હતો.

નંબર વગરની બાઇક પર આવેલા 3 શખ્સોએ લૂંટ ચલાવી હતી. આ લૂંટારૂઓએ કાર સાથે બાઇક અથડાવીને અકસ્માત સર્જયો હતો. ત્યાર બાદ બેગમાં રહેલા 3 લાખ રૂપિયા લઇને તેઓ ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતાં. જો કે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

READ ALSO :

The post બહુચરાજીના ચડાસણા પાટિયા નજીક હોલસેલ વેપારી લૂંટાયો, બાઇક પર આવેલા શખ્સો 3 લાખની લૂંટ કરી ફરાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next