Advertisement

મહેસાણા: કસ્ટડીયલ ડેથ મામલે રાજકારણ ગરમાયું, યુવાનના મોત બાદ યોજાઈ હતી રેલી

07:54 PM Aug 19, 2021 | pratik shah |
Advertisement

GSTV

મહેસાણામાં કસ્ટડીમાં થયેલા ડેથ મામલે હવે રાજકારણ ગરમ થયુ છે. ક્ષત્રિય ઠાકોર સેનાએ નાયબ મુખ્યમંત્રીના સમર્થનમાં આજે નિવેદન આપ્યું છે ..જેમાં ગત રોજ મહેસાણામાં ઠાકોર સમાજ ના યુવક ના જેલમાં મોત બાદબજે રેલી યોજવા માં આવી હતી તેમાં ભાજપ નેતા ના છજિયા લેવાયા હતા જે મામલે શરૂ થયેલા રાજકારણ મામલે ક્ષત્રિય ઠાકોર સેના એ આજે પ્રેસ યોજી હતી.

ઠાકોર સમાજના દીકરા ને ન્યાય અપાવવા માટે યોજાઈ રેલી

ઠાકોર સમાજના દીકરા ને ન્યાય અપાવવા માટે યોજાયેલી રેલીમાં કોંગ્રેસ ના લોકો ઘુસી ગયા હોવા ના કારણે મામલો મહદ અંશે અશાંત બન્યો હતો .. કોંગ્રેસ ના લોકો એ મોકા નો ફાયદો ઉપાડી નાયબ મુખ્યમંત્રી ને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો ઠાકોર સમાજ આ બાબત ને વખોડે છે તે અંગે નિવેદન આજે આપ્યું હતું .. અમારી લડત સમાજ માટે હોય છે ન કે રાજકારણ કરવા મામલે નાયબ મુખ્યમંત્રી નો વિરોધ કરનાર કોંગ્રેસ ના લોકો હતા જે યોગ્ય વાત ન હતી તેમ ઠાકોર સેના એ જણાવ્યું હતું.

READ ALSO

The post મહેસાણા: કસ્ટડીયલ ડેથ મામલે રાજકારણ ગરમાયું, યુવાનના મોત બાદ યોજાઈ હતી રેલી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next