Advertisement

OMG: આ દાદાને ભૂલથી લગાવી દીધા કોરોનાની રસીના 5 ડોઝ, મોબાઈલ પર હજૂ છઠ્ઠી વખત રસી લઈ જવાના આવે છે મેસેજ

03:16 PM Sep 21, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગની એક મોટી ધાંધલી સામે આવી છે. જ્યાં એક વૃદ્ધને કોરોનાની 5 વખત રસી લગાવી દીધી. વાત હજૂ આટલેથી અટકતી નથી તેમને છઠ્ઠી વખતે વેક્સિન લેવા માટેનો મેસેજ આવી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, સરધનાના ધર્મપુરી નિવાસી રામપાલ (73)ને કોરોનાની રસી લીધા બાદ તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યુ છે. જેમાં 3 વખતમાં પાંચ ડોઝ આપ્યા હોવાનો ઉલ્લેખ છે.

એટલુ જ નહીં આટલુ હોવા છતાં પણ હજૂ તેમના મોબાઈલ નંબર પર છઠ્ઠી વખત રસી લેવા માટેનો મેસેજ આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, રામપાલ હિન્દુ યુવા વાહિનીમાં નગર સંયોજકની સાથે સાથે ભાજપા નગરના બૂથ અધ્યક્ષ પણ છે. તો વળી સીએચસી પ્રભારી ડોક્ટર અમિત કુમાર ત્યાગીનુ કહેવુ છે કે, આ મામલો હજૂ સુધી ધ્યાનમાં આવ્યો નથી.જો આવો કોઈ કેસ બન્યો છે તો ગંભીર તપાસ કરીશું.

READ ALSO

The post OMG: આ દાદાને ભૂલથી લગાવી દીધા કોરોનાની રસીના 5 ડોઝ, મોબાઈલ પર હજૂ છઠ્ઠી વખત રસી લઈ જવાના આવે છે મેસેજ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next