Advertisement

કામના સમાચાર/ જાણી લો ક્યારે લૉંચ થશે DRDOની કોરોના દવા 2-ડીજી, દર્દીઓ માટે સાબિત થશે ‘રામબાણ’

07:14 PM May 15, 2021 | Harshad Patel
Advertisement

GSTV

કોવિડ-19થી છૂટકારો મેળવવા માટે ડીઆરડીઓ તરફથી વિકસિત કરવામાં આવેલી દવા 2-ડીજીના પ્રથમ 10 હજાર ડોઝની પ્રથમ બેચ આગામે અઠવાડિયે લૉંચ થશે. દર્દીઓને આ દવા આપવામાં આવશે. આ દવા પાવડર ફોમમાં ઉપલબ્ધ છે.. ડીઆરડીઓ અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી.

ઉત્પાદનકર્તાઓ દવાનું ઉત્પાદન વધારી રહ્યા

અધિકારીઓએ કહ્યુ કે, ભવિષ્યમાં દવાઓના ઉપયોગ માટે ઉત્પાદનકર્તાઓ દવાનું ઉત્પાદન વધારી રહ્યા છે. આ દવા ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની એક ટીમે બનાવી છે, જેમાં અનંત નારાયણ ભટ્ટ પણ શામેલ છે. DCGI તરફથી આઠમી મેના રોજ કોવિડને રોકવા માટે ડીઆરડીઓ તરફથી વિકસિત કરવામાં આવેલી દવાના ઇમરજન્સી ઉપયોગની છૂટ આપી દીધી હતી. મેડિકલ પરીક્ષણમાં સામે આવ્યું છે કે ર-ડીઑક્સી-ડી-ગ્લૂકોઝ દવા હૉસ્પિટલમાં દાખલ દર્દીઓને ઝડપથી સાજા કરવામાં તેમજ ઑક્સિજનની નિર્ભરતા ઓછી કરવામાં મદદ કરે છે.

કોરોનાથી કુલ 3 હજાર 890 લોકોનું મોત નિપજ્યું

દેશમાં કોરોનાના કુલ 3 લાખ 26 હજાર 98 કેસ સામે આવ્યા છે. તો કોરોનાથી કુલ 3 હજાર 890 લોકોનું મોત નિપજ્યું છે. યુનિયન હેલ્થ મિન્સ્ટ્રીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2 કરોડ 43 લાખ 72 હજાર 907 પર પહોંચી છે. તો 2 કરોડ 4 લાખ 32 હજાર 898 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. દેશભરમાં કોરોનાથી મૃત્યુ આંક 2 લાખ 66 હજાર 207 થયો છે. હાલમાં ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 36 લાખ 73 હજાર 802 થઇ છે. દેશમાં કુલ 18 કરોડ 4 લાખ 57 હજાર 579 લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

The post કામના સમાચાર/ જાણી લો ક્યારે લૉંચ થશે DRDOની કોરોના દવા 2-ડીજી, દર્દીઓ માટે સાબિત થશે ‘રામબાણ’ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next