Advertisement

Ransomware Attack/ દુનિયાનો સૌથી મોટો રેન્સમવેર એટેક, 17 દેશોને બનાવ્યા નિશાન

08:19 AM Jul 06, 2021 | Damini Patel |
Advertisement

GSTV

દુનિયાનો સૌથી મોટો રેન્સમવેર એટેક કરીને ૧૭ દેશોને પ્રભાવિત કરનારા હેકર્સ રશિયાના છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ આ જાણકારી આપીને તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કર્યાનું કહ્યું હતું. રેવિલ નામના હેકર્સે જ અગાઉ મલ્ટિનેશનલ કંપની જેબીએસ પાસેથી માતબર ૧.૧ કરોડ ડોલરની ખંડણી વસૂલી હતી.

૧૭ દેશોમાં હાહાકાર

જેને દુનિયાનો સૌથી મોટો રેન્સમવેર એટેક ગણવામાં આવે છે તેણે ૧૭ દેશોમાં હાહાકાર મચાવ્યો હતો. જગતની સૌથી મોટી મીટ ઉત્પાદક મલ્ટિનેશનલ કંપની જેબીએસ પર રેન્સમવેર એટેક કરીને રેવિલ નામના હેકર્સ ગુ્રપે ૧.૧ કરોડ ડોલરની તોતિંગ ખંડણી વસૂલી હતી. એવાં જ બીજાં હુમલાં પણ થયા હતા.

એફબીઆઈની તપાસમાં જણાયું હતું કે આ રેન્સમવેર એટેક ૧૭ દેશોમાં થયો હતો અને અબજો રૃપિયાની ખંડણી વસૂલાઈ હતી. એફબીઆઈએ દાવો કર્યો હતો કે હેકર્સનું ગુ્રપ રશિયન છે. એફબીઆઈએ કહ્યું હતું કે હુમલો અલગ અલગ કંપનીઓ પર થયો હોવાથી તેનો ચોક્કસ આંકડો આપવો શક્ય બનશે નહીં, પરંતુ કરોડો-અબજો રૃપિયા ખંડણી પેટે મેળવ્યા હોવાની શક્યતા નકારી શકાતી નથી. અમેરિકાની જ ૨૦૦ જેટલી કંપનીઓ પર આ રેન્સમવેર એટેક થયો હતો. અમેરિકાની કાસિયા કંપનીને ખાસ નિશાન બનાવાઈ હતી. ૧૦ દેશોમાં ફેલાયેલી આ કંપની પાસે ૫૦ લાખ ડોલરની ખંડણીની માગણી થઈ હોવાનું કહેવાય છે.

અમરિકા પ્રમુખનો તપાસનો આદેશ

અગાઉ પ્રમુખ જો બાઈડેને પણ વ્હાઈટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જો રશિયા આમાં સામેલ હશે તો અમેરિકા તેનો જડબાતોડ જવાબ આપશે. બાઈડેને ઊંડાણપૂર્વક તપાસનો આદેશ પણ આપ્યો હતો. અગાઉ બાઈડેને રશિયન પ્રમુખ પુતીનને રેવિલ જેવા હેકર્સ ગ્રુપને રશિયા બચાવે નહીં તેવી રજૂઆત પણ કરી હતી. એ પછી જ સૌથી મોટો રેન્સમવેર એટેક થયો હતો.

Advertisement

Read Also

The post Ransomware Attack/ દુનિયાનો સૌથી મોટો રેન્સમવેર એટેક, 17 દેશોને બનાવ્યા નિશાન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next