Advertisement

કોરોનાકાળ દરમિયાન ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ વસુલી 18 હજાર કરોડથી વધુની રકમ, વડોદરાના ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ

10:07 PM Oct 25, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

કોરોનાકાળમાં તબીબોની કામગીરીને લઈને વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન યોગેશે પટેલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરો 18 હજાર 850 કરોડ રૂપિયા કમાયા છે. વડોદરાની 160 ખાનગી હોસ્પિટલમાં 37 હજાર 602 કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અપાઈ.

દર્દી દીઠ સરેરાશ પાંચ લાખ ખર્ચ ગણતા આંકડો 18 હજાર 850 કરોડ થાય તેમ પણ યોગેશ પેટેલે કહ્યુ છે. તેમણે કોરોનાકાળમાં વડોદરાના ડોક્ટરોએ સરેરાશ પાંચ લાખ રૂપિયા દર્દીઓ પાસેથી વસૂલ્યા તેમજ ડોક્ટરો માનવતા ભૂલ્યા હોવાનો અને દવાઓ-લેબોરેટરીમાં કમિશન વસૂલતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

તેમણે ડોક્ટરો પર વારંવાર કેમ હુમલા થાય છે તે ખૂદ ડોક્ટરોએ વિચારવું પડશે. જે ડોક્ટરો વાણી-વિલાસ કરે છે, જે ડોક્ટરો આડેધડ બિલ વલૂસે છે, તેનાથી જનતા ઉશ્કેરાય છે. તેમ પણ યોગેશ પટેલે કહ્યુ છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે 13 સરકારી હોસ્પિટલમાં કોરોનાની મફત સારવાર અપાઈ હતી.

Read Also

The post કોરોનાકાળ દરમિયાન ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ વસુલી 18 હજાર કરોડથી વધુની રકમ, વડોદરાના ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next