Advertisement

અનોખો વિરોધ/ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ભડકો થતાં એક વ્યક્તિએ એવું કર્યું કે તમે પણ જોઈને ચોંકી જશો

06:41 PM Feb 22, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

દેશની અંદર પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ભડકો થયો છે. છેલ્લા 15 દિવસોથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. આ વધારો એટલો ઐતિહાસિક છે કે દેશમાં પ્રથમ વખત કેટલીક જગ્યાએ પેટ્રોલની કિંમત 100 રુપિયાને પાર પહોંચી છે. આ વધતી કિંમતોને કારણે દેશનો સામાન્ય માણસ ત્રાહિમામ પોકારી ગયો છે.

પેટ્રોલના ભાવ વધારાથી નારાજ વ્યક્તિએ બાઇકને વૃક્ષ પર લટકાવી દીધી

આ ભાવ વધારાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ અને લોકો કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તો આ તરફ ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં એક વ્યક્તિએ બિલકુલ અલગ અંદાજમાં પેટ્રોલ ડીઝલની વધતી કિંમતનો વિરોધ કર્યો છે. પેટ્રોલની કિંમતમાં થયેલા વધારાથી નારાજ એક વ્યક્તિએ પોતાની બાઇકને વૃક્ષ પર લટકાવી દીધી છે.

ખેડૂતોને ખેતપેદાશોના ભાવ નથી મળતા ને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો

રોહના ગામની અંદર આ અનોખા વિરોધ પ્રદર્શનને જોવા માટે લોકોની ભીડ પણ લાગી છે. રવિવારે રાહુલ નામના ગામના એક ખેડૂતે પેટ્રોલના વધતા ભાવને લઇને પોતાની બાઇકને વૃક્ષ પર લટકાવી દીધી છે. રાહુલે કહ્યું કે, ‘ખેડૂતોને ખેતપેદાશોના ભાવ નથી મળતા, પરંતુ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે.’

READ ALSO :

The post અનોખો વિરોધ/ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ભડકો થતાં એક વ્યક્તિએ એવું કર્યું કે તમે પણ જોઈને ચોંકી જશો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next