Advertisement

મમતા બગડ્યાં: કોરોનાની બીજી લહેર મોદી નિર્મિત ત્રાસદી છે, બંગાળમાં નથી જોઈતી ડબલ એન્જિનની સરકાર

04:54 PM Apr 21, 2021 | Pravin Makwana
Advertisement

GSTV

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે, દેશમાં કોરોનાની બીજી લહેર અને તેનું મેનેજમેન્ટ ‘મોદી નિર્મિત ત્રાસદી’ છે. અહીં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષે દાવો કર્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં બંગાળ એન્જિન જ કામ કરશે, મોદીનું ડબલ એન્જિન નથી જોઈતું.

મોદી સરકાર પર મમતાના આકરા પ્રહારો

તેમણે કહ્યુ હતું કે, કોરોનાની બીજી લહેર ખૂબ ઝડપી છે. હું તેને મોદી નિર્મિત ત્રાસદી કહીશ. ન તો ઈન્જેક્શન મળે છે અને ન તો ઓક્સિજન મળે છે. રસી અને દવા બહાર મોકલવામાં આવે છે, જ્યારે દેશમાં તેની કમી છે. તેમણે દાવો કર્યો હતો કે, આ ચૂંટણી પશ્ચિમ બંગાળમાં બચાવવા માટે અને બંગાળી માતાના સન્માનની લડાઈ છે.

તેમણે કહ્યુ હતું કે, અમારા રાજ્યને બંગાળ એન્જિન સરકાર ચલાવશે. મોદીનું ડબલ એન્જિન સરકાર નહીં ચલાવે, અમે ગુજરાતને અમારા રાજ્ય પર કબ્જો કરવા અને દિલ્હીથી શાસન ચલાવવા નહીં દઈએ. બંગાળ પર બંગાળી જ રાજ કરશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા મોટા ભાગે ચૂંટણી રેલીમાં જનતાને ડબલ એન્જિન સરકાર બનાવવાની અપીલ કરતા હોય છે. જેનો અર્થ થાય છે કે, કેન્દ્ર તથા રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય.

Advertisement

READ ALSO

The post મમતા બગડ્યાં: કોરોનાની બીજી લહેર મોદી નિર્મિત ત્રાસદી છે, બંગાળમાં નથી જોઈતી ડબલ એન્જિનની સરકાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next