Advertisement

VIDEO: મલ્લિકાના આલિશાન ઘરનો નજારો અહીં જોઈ લો, ગાર્ડન અને પૂલની સુંદરતા જોઈ મોહી જશો

03:09 PM Jun 01, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

મલ્લિકા શેરાવત હાલના દિવસોમાં ફિલ્મી દુનિયાથી થોડી દૂર જરૂર છે, પણ સોશિયલ મીડિયા પર તે સતત એક્ટિવ રહે છે. પોતાના ફેન્સના મનોરંજન માટે તે નવા નવા ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેના આલિશાન બંગલાની એક ઝલક આપ જોઈ શકો છો.

મલ્લિકાનો બંગલો

મલ્લિકા શેરાવત લોસ એંજેલિસમાં લક્ઝૂરી લાઈફ એન્જોય કરી રહી છે. હાલમાં જ તેણે પોતાનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તેના વિલાની ઝલક જોવા મળી હતી. વીડિયોની શરૂઆત થાય છે એક મોટા દરવાજાથી જેમાંથી મલ્લિકા બહાર આવે છે અને પોતાના ડોગી સાથે પૂલ તરફ જાય છે. ત્યાં જઈને તે મસ્તી કરવા લાગે છે.

ફોટો શરે કરતી હોય છે

વીડિયોમાં મલ્લિકાનો વિલા જોઈને ફેન્સ હૈરાન થઈ ગયા હતા અને કમેન્ટો કરવા લાગ્યા હતા. મલ્લિકા મોટા ભાગે પોતાના ઘરના વીડિયો શેર કરતી હોય છે. મલ્લિકાએ અગાઉ પણ પોતાના ઘરના વીડિયોની ઝલક બતાવી હતી.

READ ALSO

Advertisement

The post VIDEO: મલ્લિકાના આલિશાન ઘરનો નજારો અહીં જોઈ લો, ગાર્ડન અને પૂલની સુંદરતા જોઈ મોહી જશો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next