Advertisement

Malang Movie Review: દિશા-આદિત્યની ફિલ્મથી દર્શકો ઇમ્પ્રેસ, આ બે એક્ટર્સ નીકળ્યાં સરપ્રાઇઝ પેકેજ

01:47 PM Feb 07, 2020 | Bansari |
Advertisement

GSTV

આદિત્ય રૉય કપૂર અને દિશા પટણી સ્ટારર ફિલ્મ મલંગ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને લઇને પહેલાથી જ ફેન્સમાં ઘણી આતુરતા જોવા મળી હતી. હવે ફેન્સ તરફથી મળી રહેલા પોઝીટીવ રિવ્યુઝ ડાયરેક્ટર મોહિત સૂરીના ડાયરેક્શનને હિટ બનાવી દેશે તેવું લાગી રહ્યું છે. હકીકતમાં ફેન્સ માટે આદિત્ય અને દિશા પટણીની મલંગ એક સરપ્રાઇઝ છે.

મોહિત સૂરીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ મલંગ એક રોમેન્ટિક થ્રિલર મૂવી છે. ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર અને દિશા પટણી ઉપરાંત અનિલ કપૂર તથા કુણાલ ખેમૂ પણ મહત્વની ભૂમિકામાં છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના ગીતો પણ ઘણા પૉપ્યુલર થઇ રહ્યાં છે.

મલંગના પોસ્ટરથી લઇને તેમાં ફિલ્માવવામાં આવેલો અંડર વૉટર કિસિંગ સીને ખૂબ ચર્ચા જગાવી હતી. ફેન્સને આદિત્ય અને દિશાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી પસંદ આવી રહી છે. ફિલ્મને લઇને ફેન્સમાં ઘણી એક્સાઇટમેન્ટ છે. હવે મલંગ ફેન્સની આશા પર ખરી ઉતરી શકશે કે નહી, તે સમય જ જણાવશે.

Malang Review

રોમાંસ, થ્રિલર, એક્શન અને સ્ટાઇલનું પરફેક્ટ કોમ્બિનેશન છે મલંગ. ફેન્સ મલંગને ફ્રેશ સ્ટોરી કહી રહ્યાં છે. ફેન્સને આદિત્ય અને દિશાની સાથે અનીલ કપૂર અને કુણાલ ખેમૂ સરપ્રાઇઝ પેકેજ લાગી રહ્યાં છે.

Advertisement

સાથે જ કેટલાંક દર્શકો એવા પણ છે કે જે મલંગ પસંદ નથી આવી. નેગેટિવ રિવ્યુઝમાં લોકોએ મલંગના સ્ક્રીનપ્લેને ખરાબ ગણાવ્યો છે. એક ફેને લખ્યું કે-ઑડિયન્સને બોર કરવા તેમનો નશો અને મજા છે. પોતાના રિસ્ક પર જુઓ ફિલ્મ. અન્ય એક દર્શકે લખ્યું- વધુ એક ડિઝાસ્ટર છે મલંગ. એકદમ કચરો.

પહેલા દિવસે કરી શકે છે આટલી કમાણી

આ અઠવાડિયે રીલિઝ થઇ રહેલી તમામ ફિલ્મોમાં આ ફિલ્મ ચાલશે તેવી આશા વધુ છે. ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જૌહરે અનુમાન લગાવ્યું છે કે ફિલ્મ પહેલા દિવસે 6થી 7 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.

Read Also

The post Malang Movie Review: દિશા-આદિત્યની ફિલ્મથી દર્શકો ઇમ્પ્રેસ, આ બે એક્ટર્સ નીકળ્યાં સરપ્રાઇઝ પેકેજ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next