Advertisement

કોવિડ જર્ની / શ્વાસ લેવામાં તકલીફથી માંડીને થતી આ સમસ્યા, જાણો કોરોનાકાળમાં કેવા હતા મલાઇકાના હાલ

05:43 PM May 31, 2021 | Bansari |
Advertisement

GSTV

મલાઇકા અરોરા હંમેશાથી જ તેની ફિટનેસ અને સ્વાસ્થ્યને લઇ ખૂબ જ સીરિયસ રહે છે. તે ફિટનેસ ફ્રિક મહિલાઓ માટે એક પ્રેરણા છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં મલાઇકા અરોડા કોરોનાની ઝપટમાં આવી હતી અને તે ક્વારન્ટાઇનમાં હતી.

મલાઇકાએ હવે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે કોરોનાથી સાજા થયા પછીની જર્નીને વર્ણવી. મલાઇકાએ જણાવ્યું કે એવા દિવસો હતા, જ્યારે તે કમજોર અને નિરાશ અનુભવતી હતી અને તેનું વજન પણ ઓછુ થઇ ગયુ હતુ. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી.

તેણે હવે તેના ટ્રાન્સફોર્મેશનની કહાણીને તસવીરો દ્વારા શેર કરી છે, ત્યારથી તેના ફેન તેની તાકત અને ધૈર્યની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. તેણે જે તસવીર શેર કરી છે, તેમાં તે ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહી છે.

તસવીરને શેર કરતા અભિનેત્રીએ લખ્યુ કે તમે ખૂબ જ લકી છો, તમારા માટે વસ્તુ સરળ થશે. આવી વસ્તુ જે હું મારા માટે સાંભળુ છુ… સાચુ કહુ તો લાઇફમાં ઘણી વસ્તુને લઇ હું ખુશનસીબ છુ, પણ તમારું નસીબ ખૂબ જ નાની ભૂમિકા ભજવે છે. આરામથી…બોય… આવુ થતું નથી.

Advertisement

મલાઇકા કોરોના પોઝિટિવ મળી હતી, ત્યારની વાત કરતા તે લખે છે કે મને તેણે શારીરિક રીતે તોડી નાખ્યું હતુ. ઘરમાં બે પગલા ચાલવા મારા માટે ખૂબ જ મુશ્કેલ હતા. બેસતી હતી, જ્યારે પથારી પરથી ઉતરતી હતી, એ બધુ મારા માટે ઘણુ મુશ્કેલ હતુ. મે ઘણુ વજન વધાર્યુ. હું પોતાને ખૂબ જ કમજોર અનુભવતી હતી. મારો સ્ટેમિન જતો રહ્યો હતો. હું મારા પરિવારથી દૂર હતી અને મારા મગજમાં ખબર નહીં શું ચાલતુ હતુ.

મલાઇકાનો 26 સપ્ટેમ્બરે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેના પર તે લખે છે કે હું પોતાને ખુશનસીબ માનું છું કે મે તેને હરાવ્યો, પરંતુ જે નબળાઇ હતી, તે મારા અંદર જ રહી ગઈ. તેણે વધુમાં લખ્યુ કે જ્યારે મે વર્કઆઉટ શરૂ કર્યો તો ખૂબ જ તકલીફ થઇ. હું સરખી રીતે નથી કરી શકતી હતી. પછી હું બીજા દિવસે ઉઠી અને પોતાને સમજાવ્યું કે હું મારી વસ્તુ કરી શકુ છુ, પછી ત્રીજા દિવસે, ચોથા દિવસે, પાચમા દિવસે અને પછી દરરોજ કરતી રહી.

તેણે વધુમાં લખ્યુ કે ચાર લેટર વર્ડ જેણે મને પુશ કર્યુ તે હતા HOPE. એ HOPEએ મને જણાવ્યું કે બધુ સારુ થઇ જશે. જ્યારે હું સારુ નથી અનુભવતી, તેણે મારી અંદર HOPEની જગાડીને રાખી હું સાજી થઇશ. એ તમામ લોકોનો આભાર જેણે મને મેસેજ કરી મારા સ્વાસ્થ્ય વિશે પુછી રહ્યા છે.

હું ભગવાનને પ્રાર્થના કરીશ કે દેશભરમાં જે મહામારી ફેલાઇ છે, તે જલદી ખતમ થાય અને આપણા બધા તેનાથી એકસાથે બહાર આવીએ. હું મારા ભાઈ અને પાર્ટનર સરવેશ સશિનો આભાર માનીશ. મારું 30 અઠવાડિયાનું વર્કઆઉટ સેશન જૂન મહિનામાં શરૂ થવાનું છે, જેના માટે હું પોઝિટિવ છું.

Read Also

The post કોવિડ જર્ની / શ્વાસ લેવામાં તકલીફથી માંડીને થતી આ સમસ્યા, જાણો કોરોનાકાળમાં કેવા હતા મલાઇકાના હાલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next