Advertisement

મેહોણાવાસીઓ આનંદો / ટૂંક સમયમાં મળી શકે છે સીટી બસની સુવિધા, મહિલા અને બાળકોને મળશે ખાસ સુવિધા

11:01 PM Aug 26, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

મહેસાણાના રહીશો માટે શહેરમાં મુસાફરીની સુવિધા ઉભી કરવા પાલિકા તંત્રએ સીટી બસની સેવા શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી છે. મહેસાણા નગરપાલિકા અ વર્ગની પાલિકા છે જેના વિસ્તારને પહોંચી વળવા માટે પાલિકાએ હાલમાં સિટી બસ સેવા આપવાનું નક્કી કર્યું છે.

જે અંતર્ગત એક એજન્સીને તેનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. પરંતુ બસ સેવા આપનાર એજન્સી જે પ્રમાણે મુસાફરો પાસેથી ટિકિટના પ્રતિ કિ.મી. ભાડું લેશે તેમાં મહિલા અને દિવ્યાંગોને મફત મુસાફરીનો લાભ મળશે.

પાલિકાએ અગાઉ રક્ષાબંધનના દિવસથી સિટી બસ શરૂ કરવાની વાત કરી હતી પરંતુ તે શક્ય ન બનતા હવે શ્રાવણ મહિનાના અંત સુધીમાં બસ શરૂ કરવાની ખાતરી આપી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post મેહોણાવાસીઓ આનંદો / ટૂંક સમયમાં મળી શકે છે સીટી બસની સુવિધા, મહિલા અને બાળકોને મળશે ખાસ સુવિધા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next