Advertisement

કોરોનાનો હાહાકાર/ આ રાજ્યમાં સતત વધી રહ્યું છે સંક્રમણ, સાંજના 5થી સવારના 5 વાગ્યા સુધી લાગી શકે છે કર્ફ્યૂ

12:49 PM Feb 21, 2021 | Bansari |
Advertisement

GSTV

મહારાષ્ટ્રમાં સરકાર કોરોના વાયરસ મહામારીને લઇને મોટો નિર્ણય લઇ શકે છે. સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે જો સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે જો રાજ્યમાં કેસ સતત વધતાં રહ્યાં, તો 12 કલાકનો નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવી શકે છે. આ જાણકારી મંત્રી વિજય વડેટ્ટીવારે આપી છે. તેમણે જણાવ્યું કે આ કર્ફ્યૂ દરમિયાન મેરેજ હૉલ, બજાર, સિનેમા હૉલ જેવી ભીડ વાળી જગ્યા સંપૂર્ણ રીતે બંધ રહેશે. સરકાર સાંજે 5 વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવા પર વિચાર કરી રહી છે.

નાઇટ કર્ફ્યૂને લઇને આગામી અઠવાડિયે ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક

મહારાષ્ટ્રમાં કોવિડ સ્થિતિ વણસી ગઇ છે. નાઇટ કર્ફ્યૂને લઇને આગામી અઠવાડિયે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક થવાની છે. તે બાદ સરકાર આ કર્ફ્યૂ પર મોટો નિર્ણય લઇ શકે છે. પાબંદીઓ ઉપરાંત સરકારે આ વખતે દંડને લઇને પણ મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જો કોઇ મેરેજ હૉલ કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરીને  50થી વધુ લોકો એકઠા કરે તો તેને 1 લાખ રૂપિયાનો દંડ થશે.

અમરાવતી, વર્ધા અને યવતમાલમાં આંશિક લોકડાઉનની ઘોષણા

એક અહેવાલ અનુસાર, વિજય વડેટ્ટીવારે જણાવ્યું કે, સમગ્ર વિદર્ભ ક્ષેત્રમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. નાગપુરમાં પણ શુક્રવારે 750થી વધુ કેસ નોંધાયા. તેમણે જણાવ્યું કે સરકારે પહેલા જ અમરાવતી, વર્ધા અને યવતમાલમાં આંશિક લોકડાઉનની ઘોષણા કરી દીધી છે. વડેટ્ટીવારે કહ્યું, જો નવા કેસ વધી રહ્યાં છે તો સરકાર નાઇટ કર્ફ્યૂ જેવુ મોટુ પગલુ લઇ શકે છે. અમે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નર સહિત જિલ્લા પ્રશાસનને તેમના વિસ્તારની સ્થિતિને ધ્યાનમાં લઇને લોકડાઉન પર અંતિમ નિર્ણય લેવા માટે કહીશું.

કોરોનાને લઇને મોટાભાગના લોકો બેદરકાર

મંત્રીએ કહ્યું, મોટાભાગના લોકો બેદરકાર થઇ ગયા છે અને સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક લગાવવા જેવા કોવિડ 19 નિયમોનું પાલન નથી કરી રહ્યાં. આ જ કારણે કેસ વધી રહ્યાં છે. તેમણે શાક માર્કેટને લઇને કહ્યું કે અમે આવી જગ્યાને સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પાબંદીઓ સાથે ખોલવા પર વિચાર કરી રહ્યાં છીએ. જો કે સ્વાસ્થ્ય જાણકારોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. કોવિડ નિયંત્રણને લઇને રાજ્ય સરકારના સલાહકાર ડોક્ટર સુભાષ સાલુંકેએ કહ્યું કે કેસ અમુક જ વિસ્તારોમાં વધી રહ્યાં છે, દરેક વિસ્તાર પ્રભાવિત નથી.

Read Also

Advertisement

The post કોરોનાનો હાહાકાર/ આ રાજ્યમાં સતત વધી રહ્યું છે સંક્રમણ, સાંજના 5થી સવારના 5 વાગ્યા સુધી લાગી શકે છે કર્ફ્યૂ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next