Advertisement

મહંત નરેન્દ્ર ગિરિના રૂમ માંથી મળી સ્યુસાઇડ નોટ, શિષ્યને કારણે હતા માનસિક તણાવમાં

08:07 PM Sep 20, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના મોત બાદ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. મહંતના રૂમની તલાશી દરમ્યાન એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. સ્યુસાઇડ નોટમાં તેમણે પોતાના એક શિષ્યનો ઉલ્લેખ કર્યો છે જેણે મહંત નરેન્દ્ર ગિરિને માનસિક રીતે હેરાન કર્યા હતા. પોલીસ હવે આ શિષ્યને લઈને તપાસમાં લાગી ગઈ છે.

મળતી માહિતી મુજબ, સોમવારે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનો મૃતદેજ મઠમાં તેમના રૂમમાં નાઈલોનની રસ્સીના ફંડા પર લટકેલો મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ બાઘમ્બારી  મઠમાં જ્યાં મહંત નરેન્દ્ર ગિરિનો મૃતદેહ ફંડા પર લટકેલો મળ્યો હતો તે ચારે તરફથી દરવાજા બંધ હતા. રૂમનો મુખ્ય દરવાજો પણ અંદરથી બંધ હતો. પોલીસે પ્રાથમિક તાપાર્ટ્સના આધારે આ આત્મહત્યાનો મામલો ગણાવ્યો હતો. પોલીસે તપાસ માટે ઘટનાસ્થળે ફોરેન્સિકની ટીમ પણ બોલાવી છે, હવે ત્યાંથી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post મહંત નરેન્દ્ર ગિરિના રૂમ માંથી મળી સ્યુસાઇડ નોટ, શિષ્યને કારણે હતા માનસિક તણાવમાં appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next