Advertisement

ખુશખબર: સરકારે જનતાને આપી મોટી રાહત, હવે ગમતી કોઈ પણ એજન્સીમાં ગેસ કનેક્શન ટ્રાંસફર કરાવી શકશો

09:25 AM Jul 22, 2021 | Pravin Makwana
Advertisement

GSTV

કેન્દ્ર સરકારે જનતાને મોટી રાહત આપી છે. હવે ગ્રાહકો પોતાની પસંદગીની ગેસ એજન્સીમાં કનેક્શન ટ્રાંસફર કરાવી શકશે. હાલમાં એક કંપનીમાં કેનેક્શન ટ્રાંસફર કરવાની સુવિધા હશે. પહેલા તબક્કામાં ચંડીગઢ, પુણે, રાંચિ. કોયમ્બતૂર અને ગુડગાવમાં આ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ તેને સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવે છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયમાં સચિવ તરૂણ કુમારે જણાવ્યુ હતું કે, હાલમાં પ્રાયોગિક ધોરણ તેને લાગૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યુ છે કે, જો બધુ બરાબર રહેશે તો ગ્રાહકોને બીજી કંપનીની એજન્સીમાં કનેક્શન ટ્રાંસફર કરવાની સુવિધા મળશે. કપૂરે જણાવ્યુ છે કે, આ ગેસ એજન્સીઓની વચ્ચે ગુણવત્તા સુધારવાની પ્રતિસ્પર્ધા વધશે.

આ નવી વ્યવસ્થામાં ગેસ એજન્સીની કોઈ ભૂમિકા નહીં હોય. કસ્ટમર ઓનલાઈન એલપીજી સિલેન્ડર ભારતે એ સમયે નક્કી કરી શકશે કે એજન્સીથી રસોઈ ગેસ લેવાનું છે. પેટ્રોલિયમ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ છે કે, એક કસ્ટમર બનાવામાં તેલ કંપનીઓનો ઘણા પૈસા ખર્ચ થાય છે. આવા સમયે ત્તાત્કાલિક એક કંપનીમાં બીજી કંપનીની એજન્સીમાં જવાની પરમિશન નથી. જ્યારે સર્વિસ સમગ્ર દેશમાં લાગૂ થશે તો, આગામી તબક્કામાં કોઈ પણ કંપનીની એજન્સી ગેસ રિફિલ કરાવાની છૂટ આપશે.

READ ALSO

Advertisement

The post ખુશખબર: સરકારે જનતાને આપી મોટી રાહત, હવે ગમતી કોઈ પણ એજન્સીમાં ગેસ કનેક્શન ટ્રાંસફર કરાવી શકશો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next