Advertisement

હે ભગવાન: વરસાદ શું ખેંચાયો જૂનાગઢના તમામ ડેમના તળિયા દેખાયા, પાક સુકાવાની ખેડૂતોમાં ભીતિ

11:27 PM Aug 11, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

આ વર્ષે વરસાદ સતત ખેંચાઇ રહ્યો છે અડધું ચોમાસું પૂરું થઈ ગયું છતાં હજુ માત્ર જૂનાગઢ જિલ્લામાં સરેરાશ ૩૦ ટકા જેટલો વરસાદ થયો છે મોટાભાગના ડેમો તળિયાઝાટક થઈ રહ્યા છે. ખેડૂતોનો ઊભો પાક સુકાઈ જાય તેવી ભીતિ છે. જૂનાગઢ જિલ્લામાં ખૂબ જ આશાઓ સાથે ખેડૂતોએ કરેલું વાવેતર પાણી વગર મુરઝાઈ જાય તેવી વિકટ પરિસ્થિતિ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

સિંચાઈ માટે અલગ-અલગ ડેમમાંથી પાણી આપવાની સરકારે જાહેરાત કરી છે પરંતુ ડેમમાં તળિયા દેખાવા લાગ્યા છે સરકાર દાવા કરે છે કે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે પરંતુ મોટાભાગના ડેમમાં સિંચાઇ માટે પાણી આપી શકાય તેટલો પૂરતો પાણીનો જથ્થો નથી જેથી ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સૌની યોજના હેઠળ સરકારે કરેલા દાવા મુજબ ડેમ ભરવામાં આવે તો જ તેમનો પાક બચી શકે તેમ છે

જૂનાગઢ જિલ્લાના ડેમની પાણીના જીવંત જથ્થા પર નજર કરીએ તો ઉબેણ ડેમમાં 1. 80 ટકા, મધુવંતી ડેમ માં 27 ટકા, હસ્નાપુર ડેમમાં 62%, ઓઝત-2 ડેમમાં ૧૫. ૫ ટકા, વ્રજમી ડેમમા 0. 25%, આંબાજળ ડેમ માં 18%, ધ્રાફડ ડેમમાં 33%, બાટવા ખારા ડેમ માં 62%, જ્યારે સાબલી ડેમ તળીયા ઝાટક છે.

જુનાગઢ નો સૌથી મોટો એવો ઓઝત બે ડેમમાં માણાવદર બાટવા ને કેશોદ તાલુકાના 213 ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે તે પણ માત્ર ત્રણેક મહિના ચાલે તેટલું જ છે અને 12 ગામોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે પરંતુ સિંચાઇ માટે પાણી આપી શકાય તેવું પાણી નથી સરકારે કરેલી જાહેરાત મુજબ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટેના જૂનાગઢ જિલ્લાની લાખો હેકટર જમીનમાંથી માત્ર 1600 હેકટર જમીનમાં જ પીયત થઈ શકે તેવી હાલની પરિસ્થિતિ છે અને તે પણ માત્ર ચાર ડેમમાં જ પીયત માટેની પાણીની વ્યવસ્થા છે

Advertisement

હવે જો વરસાદ ખેંચાય તો સરકારની અગ્નિ પરીક્ષા છે કેમકે સરકારે કરેલા દાવા મુજબ સૌની યોજના હેઠળ ડેમ ભરવામાં આવે તો જ ખેડૂતોનો ઊભો પાક બચી શકે તેમ છે. ત્યારે સરકારે કરેલા દાવા કેટલા સાબિત થાય તે તો આવનારો સમય જ બતાવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post હે ભગવાન: વરસાદ શું ખેંચાયો જૂનાગઢના તમામ ડેમના તળિયા દેખાયા, પાક સુકાવાની ખેડૂતોમાં ભીતિ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next