Advertisement

Love Aaj Kal Movie Review: વેલેન્ટાઇન પર પરવાન ચડ્યો કાર્તિક-સારાનો ‘Love’, ફિલ્મ જોતાં પહેલાં વાંચી લો રિવ્યૂ

03:57 PM Feb 14, 2020 | Bansari |
Advertisement

GSTV

ફેન્સની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘લવ આજકલ’ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ ફેન્સ માટે એટલા માટે ખાસ છે કારણ કે આજે વેલેન્ટાઇન ડે છે અને બે પ્રેમ કરનારાઓ માટે સારી સાબિત થઇ શકે છે. જણાવી દઇએ કે સારા અલી ખાન અને કાર્તિક આર્યન સ્ટારર લવ આજકલ વર્ષ 2009માં આવેલી ઇમ્તિયાઝ અલીની ફિલ્મની સેકેન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે. આ ફિલ્મમાં દીપિકા અને સૈફ અલી ખાન નજરે આવ્યાં હતા. તો ચાલો ફિલ્મ જોતા પહેલાં વાંચી લો ફિલ્મનો રિવ્યૂ…

સારા અને કાર્તિકની લવ આજકલ એક લવ સ્ટોરી પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં લવ સ્ટોરીની સાથે સાથે થોડી મસ્તી અને રોમાન્સ પણ જોવા મળશે.

સ્ટોરી

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મમાં વીર (કાર્તિક આર્યન)  અને ઝોઇ (સારા અલી ખાન) બંને નવી પેઢીના ઉભરતા સિતારા છે. બંને પહેલી નજરેમાં જ એકબીજાને દિલ દઇ બેસે છે. પહેલી મુલાકાતમાં જ બંનેને પ્રેમ થઇ જાય છે. ફિલ્મમાં વીર માટે પ્રેમ જ બધુ છે અને પ્રેમ તેના જીવનમાં ખૂબ જ મહત્વનો છે.

સાથે જ ઝોઇ પ્રેમની સાથે પોતાના કરિયરને લઇને પણ આગળ વધવા માગે છે. તે પોતાની મમ્મીને એમ કહે છે કે કરિયર સૌથી જરૂરી છે, જીવનમાં ફક્ત તમે જ તમારો સાથ આપો છો બીજુ કોઇ નહી. પોતાની મમ્મીની આ વાતને ગંભીરતાથી લેતા ઝોઇ પ્રેમ કરતાં કરિયરને ઉપર લઇને ચાલે છે. તે સૌથી પહેલા મહત્વ કરિયરને આપે છે.

Advertisement

ઝોઇને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને એક એવા મુકામ લઇ જવી છે અને તે પછી જ કોઇ રિલેશનશિપમાં ગંભીર થવુ છે. પરંતુ ઘણીવાર જીવનમાં બે માંથી કોઇ એક વસ્તુ પસંદ કરવી પડતી હોય છે અને આવું જ કંઇક ઝોઇ સાથે પણ બને છે. તે વધુ મહત્વ પોતાના કરિયરને આપે છે. સાથે જ ઉંધી કહાની રઘુ (રણદીપ) અને લીના (આરુષી)ની છે.

રઘુ અને લીનાની પ્રેમ કહાનીનો ઝોઇ પર એવો પ્રભાવ પડે છે કે વીરનું મહત્વ સમજવા લાગે છે અને તેના પ્રેમમાં પડે છે. પરંતુ તે બાદ ઝોઇનું કરિયર તેને કન્ફ્યુઝન અને અનિચ્છિત મોડ પર લાવીને ઉભી રાખી દે છે. હવે ફિલ્મમાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે જાતે જ ફિલ્મ જોવી પડશે.

એક્ટિંગ

એક્ટિંગની વાત કરીએ તો સારા અને કાર્તિકની એક્ટિંગ લાજવાબ છે. બંનેને પ્રેમનો રંગ ખૂબ ચડ્યો છે. સાથે જ રણદીપ હુડ્ડા અને આરુષી શર્મા પણ પોતાના કિરદારમાં ઢળી ગયા છે. સ્પષ્ટ રીતે કહીએ તો ફિલ્મના તમામ કિરદારો બિરદાવા લાયક છે જે ઑડિયન્સને જકડી રાખવામાં સફળ રહ્યાં છે.

ડાયરેક્શન

ફિલ્મનું ડાયરેક્શન પણ કમાલનું છે. ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી ફિલ્મમાં સંબંધોમાં ભવિષ્યમાં આવનારા જટિલ મોડ અને પ્રેમને દર્શાવવામાં સફળ રહ્યાં છે. ફિલ્મમાં ઇમોશનલ ડ્રામા ભરપૂર છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે નબળો છે. પરંતુ અમિત રૉયની સિનેમેટોગ્રાફી વખાણવા લાયક છે. ફિલ્મના ગીતો પણ દમદાર છે.

Read Also

The post Love Aaj Kal Movie Review: વેલેન્ટાઇન પર પરવાન ચડ્યો કાર્તિક-સારાનો ‘Love’, ફિલ્મ જોતાં પહેલાં વાંચી લો રિવ્યૂ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next