Advertisement

CM ભૂપેન્દ્ર પટેલ સહિત નવા મંત્રીઓને સરકારી બંગલાઓની ફાળવણી, જાણો કોને મળ્યો કયા નંબરનો બંગલો

08:51 AM Sep 20, 2021 | Damini Patel |
Advertisement

GSTV

ગુજરાતના રાજકારણમાં એકાએક મોટું પરિવર્તન આવતા જ નવનિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભાજપે નો રિપીટની થિયરી અપનાવી. જેમાં જૂના મંત્રીઓને ઘરભેગાં કરી દીધાં. જ્યારે દિલ્હી હાઇકમાન્ડ દ્વારા ગુજરાતની સરકાર જ બદલી નાખવામાં આવી. નવા જ સીએમ અને નવા જ મંત્રીઓ સાથેની એક નવી જ ટીમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો. જેથી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં આવેલા નવા મંત્રીઓને સરકારી બંગલાઓ આપવામાં આવી રહ્યાં છે. જ્યારે નવી સરકાર રચાતા પૂર્વમંત્રીઓને હવે મંત્રીપદની સાથે સત્તા તેમજ નિવાસનો વિશાળ બંગલો પણ છોડવાનો વારો આવ્યો છે. આજે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના નવા મંત્રી મંડળના મંત્રીઓને મંત્રીઓના સરકારી બંગલા ફાળવવામાં આવ્યાં છે.

જાણો કયા કેબિનેટ મંત્રીને કયા નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો

જેમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને 6 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે. તો કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને 4 નંબરનો બંગલો, ઋષિકેશ પટેલને 21 નંબરનો બંગલો, પૂર્ણેશ મોદીને 11 નંબરનો બંગલો, રાઘવજી પટેલને 37 નંબરનો બંગલો, કનુ દેસાઈને 22 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો. કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાને 10 નંબરનો બંગલો, નરેશ પટેલને 33 નંબરનો બંગલો તો કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારને 38 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો. જ્યારે અર્જુનસિંહ ચૌહાણને 37 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો.

રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓને પણ બંગલો ફાળવવામાં આવ્યાં

  • મંત્રી હર્ષ સંઘવીને 19 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો.
  • મંત્રી જગદીશ પંચાલને 18 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો.
  • મંત્રી બ્રિજેશ મિરજાને 5 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો.
  • મંત્રી જીતુ ચૌધરીને 3 નંબર બંગલો ફાળવવામાં આવ્યો.
  • મંત્રી મનીષા વકીલને 13 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો.
  • રાજ્ય કક્ષાના મંત્રીઓને બંગલો ફાળવવામાં આવ્યો.
  • મંત્રી મુકેશ પટેલને 20 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો.
  • મંત્રી નિમિષા સુથારને 29 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો.
  • મંત્રી અરવિંદ રૈયાનીને 23 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો
  • મંત્રી કુબેર ડીડોરને 12 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો.
  • મંત્રી કીર્તિસિંહ વાઘેલાને 35 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો.
  • મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને 36 નંબર બંગલો ફાળવવામાં આવ્યો.
  • મંત્રી આર.સી.મકવાણા 31 નંબર બંગલો ફાળવવામાં આવ્યો.
  • મંત્રી વિનોદ મોરડીયાને 15 નંબર બંગલો ફાળવવામાં આવ્યો.
  • મંત્રી દેવા માલમને 14 નંબર બંગલો ફાળવવામાં આવ્યો.

Read Also

The post CM ભૂપેન્દ્ર પટેલ સહિત નવા મંત્રીઓને સરકારી બંગલાઓની ફાળવણી, જાણો કોને મળ્યો કયા નંબરનો બંગલો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next