Advertisement

લોકડાઉન લગાવી જનતાનો ગુસ્સો સહન કરવા નથી માગતી સરકાર, આટલા જિલ્લાઓએ જાતે લોકડાઉન કરવાનો લીધો નિર્ણય

11:52 AM Apr 22, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતુ જાય છે. ત્યારે હવે સરકાર લોકડાઉન લગાવી જનતાનો ગુસ્સો સહન કરવાની ત્રેવડ જાણે કે ગુમાવી દીધી છે. તેથી સંક્રમણના ભય વચ્ચે હવે ગુજરાતના જિલ્લાઓ પોતાની રીતે સ્વયંભૂ લોકડાઉન લગાવી રહ્યા છે.

હળવદમાં પાંચ દિવસના લોકડાઉનનો અમલ

હળવદમાં આજથી પાંચ દિવસના લોકડાઉનના અમલના પહેલા દિવસે સજજડ પ્રતિસાદ મળ્યો છે.સવારથી બજારો સૂમસામ જોવા મળ્યા હતાં. માત્ર આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ દુકાનો બંધ જોવા મળી હતી. લોકોની પણ અવરજવર નહીવત રહી હતી. જનતા કરફ્યુ જેવા માહોલમાં હળવદની ગલીઓ, હાઈવે, બજારો સૂમસામ ભાસતા હતા.

બાયડમાં લોકડાઉન લાગ્યું

અરવલ્લી જિલ્લાના બાયડમાં આજથી લોકડાઉન લાગુ થયુ છે. વહેલી સવારથી બજારો સજ્જડ બંધ રહ્યા છે. આજથી 30 એપ્રિલ સુધી બાયડમાં લોકડાઉન જાહેર કરાયુ છે. તબીબી સેવા અને આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયના તમામ ધંધા રોજગાર આ દરમિયાન બંધ રહેશે.

સાવરકુંડલામાં 4 દિવસનું લોકડાઉન

કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે આજથી સાવરકુંડલામાં 4 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો. વેપારી સંગઠનોના પ્રતિનિધિઓની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો સવારે અને સાંજે 2 કલાક ખુલ્લી રહેશે. ઇમરજન્સી સેવાઓ અને મેડીકલ પણ ખુલ્લા રાખવામાં આવશે.

મહેસાણામાં 11 દિવસનું લોકડાઉન

Advertisement

મહેસાણામાં આજથી વેપારીઓ આપેલા લોકડાઉનની સજ્જડ અસર જોવા મળી રહી છે. સવારથી બજારો સુમસામ રહ્યા છે. આજથી ૧૧ દિવસ માટે લોકડાઉન લાગુ કરી દેવાયુ છે. આવશ્યક સેવાઓ વિના તમામ પ્રકારના ધંધા બંધ રાખવામાં આવ્યા છે.

READ ALSO

The post લોકડાઉન લગાવી જનતાનો ગુસ્સો સહન કરવા નથી માગતી સરકાર, આટલા જિલ્લાઓએ જાતે લોકડાઉન કરવાનો લીધો નિર્ણય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next