Advertisement

લાઈવ સ્ટ્રીમીંગ/ મહારાષ્ટ્ર પોલીસે અશ્લિલ ફિલ્મો બનાવતી ગેંગનો કર્યો પર્દાફાશ, આ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ પીરસી કરાતી હતી કરોડોની કમાણી

02:34 PM Feb 22, 2021 | Sejal Vibhani |
Advertisement

GSTV

લોકડાઉન બાદ OTT પ્લેટફોર્મ અને ઓનલાઈન એન્ટરટેઈમેન્ટ કંન્ટેન્ટમાં વધારો થયો છે. પરંતુ તેમાં અશ્લિલ કન્ટેન્ટની માંગ પણ ઘણી વધી ગઈ છે. આ જ કારણે અલગ અલગ પ્રકારે ટેક્નોલોજીનો ઉપયોગ કરી અશ્લિલ પીરસવામાં આવી રહ્યું છે. મુંબઈ પોલિસની ક્રાઈમ બ્રાંચે એવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેની કાર્યશૈલી અને કમાણી જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા.

આ ગેંગ સબ્સક્રિપ્શનના આધારે લોકોને અશ્લિલપીરસી રહી હતી. સપ્તાહમાં એક દિવસ એક એપિસોડ તૈયાર થતો હતો અને OTT પ્લેટફોર્મની લાઈનો પર અસલ કન્ટેન્ટ (અશ્લિલતાથી ભરેલ) ત્યાં મુકવામાં આવતું હતું. આ એપ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. પોલિસે આ મામલામાં 7 લોકોની ધરપકડ કરી છે. જેમાં એક્ટર પણ સામેલ છે.

મળતી માહિતી મુજર, પોલીસે પાડેલ રેડમાં ઘણા પાનની સ્ક્રીપ્ટ, મોબાઈલ કેમેરો, લાઇટ્સ અને અન્ય તૈયારીઓ મળી છે. સ્ક્રીપ્માં અશ્લીલ ડાયલોગ સાથે તમામ એક એક સીન લખવામાં આવ્યા છે. અહીં જ એક દિવસમાં આ ક્રુ, એક સપ્તાહ સુધી ચાલે એવા વીડિયોની શુટિંગ કરતુ હતું. એના માટે ઘણા લોકોની ટીમ કામ કરી રહી હતી.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે એક મહિલાના ફોનમાં આ શુટિંગ કરવામાં આવી રહી હતી. જયારે પોલીસ રેડ માટે પહોંચી તો શુટિંગ ચાલી રહી હતી. પોલીસે મહિલાને પણ અહીંથી મુક્ત કરાવી. એમનું કહેવું છે કે એ સમયે વેબ સિરીઝમાં કામ કરવાનું કહ્યું હતું માટે તે ત્યાં પહોંચી હતી. પછી ખબર પડી કે પોર્નોગ્રાફીમાં કામ કરાવવામાં આવશે.

Advertisement

પોલીસનું કહેવું હતું કે તેમને 12 એવા એપ્સની જાણકારી મળી છે જ્યાં આ કામ ચાલી રહ્યું છે. એની સાથે જ જે લોકોની ધરપકડ કરવામાં આવી એમની ચેનલનું સબસ્ક્રિપ્શન 199 રૂપિયા પ્રતિ માસનું છે. એની પાસે એક લાખથી વધુ યુઝર જેમાં બે કરોડ સુધી કમાણી આ લોકોની થઇ રહી હતી. ક્રૂનો ખર્ચ ઘણો ઓછો હતો.

READ ALSO

The post લાઈવ સ્ટ્રીમીંગ/ મહારાષ્ટ્ર પોલીસે અશ્લિલ ફિલ્મો બનાવતી ગેંગનો કર્યો પર્દાફાશ, આ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ પીરસી કરાતી હતી કરોડોની કમાણી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next