Advertisement

હોસ્પિટલમાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતાથી ભરેલી લિફ્ટ પડી ગઈ નીચે, પ્રશાસનમાં ખળભળાટ

08:29 AM Feb 22, 2021 | Mansi Patel |
Advertisement

GSTV

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રવિવારે એ સમયે બાલ બાલ બચ્યા જયારે હોસ્પિટલની લિફ્ટ નીચે પડી ગઈ, જેમાં કમલનાથ અને કોંગ્રેસના અન્ય નેતા સવાર હતા. રવિવારે કમલનાથ ઇન્દોરમાં હતા અને જયારે એમને જાણ થઇ કે પૂર્વ મંત્રી રામેશ્વર પટેલ ઇંદોરની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી છે તો તેઓ એમના સ્વાસ્થ્યની ખબર લેવા હોસ્પિટલ પહોંચી ગયા. કમલનાથ સાથે કોંગ્રેસ નેતા સજ્જન સિંહ વર્મા અને જીતુ પટવારી પણ હાજર હતા. હોસ્પિટલ રામેશ્વર પટેલના વોર્ડમાં જવા માટે તમામ નેતા લિફ્ટમાં સવાર હતા, પરંતુ લિફ્ટ ઉપર જવાની જગ્યાએ 10 ફૂટ નીચે જતી રહી.

લિફ્ટમાં રહેલા કોઈ પણ નેતાને ઇજા થઇ નથી

ત્યાર પછી લિફ્ટનો દરવાજો બંધ થઇ ગયો. લિફ્ટ પડતા કમલનાથની સુરક્ષામાં તૈનાત જવાન નીચે ભાગ્યા. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી જે લિફ્ટમાં હતા એ પડ્યાની ખબર સંભાળતા ઇન્દોર પ્રશાસનમાં હળભળાત મચી ગઈ. ત્યાર બાદ લિફ્ટ ઇન્જીનિયરે દરવાજો તોડી કમલનાથ સહિતના નેતાઓને બહાર કાઢ્યા. સારી વાત એ છે કે લિફ્ટમાં રહેલા કોઈ પણ નેતાને ઇજા થઇ નથી.

શિવરાજે કમલનાથ સાથે કરી ફોન પર વાત

લિફ્ટ ઘટના પછી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ફોન પર કમલનાથ સાથે વાતચીત કરી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, ‘ઇન્દોરમાં ખાનગી હોસ્પિટલમાં લિફ્ટમાં સવાર પૂર્વ મુખ્યમંત્રી કામનાથજી અને તેમના સાથીઓની પાડવાની જાણકારી મળી. ફોન પર એમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી. ઈશ્વરની કૃપાની બધી સારું છે. ઇન્દોર કલેક્ટરને આ ઘટના અંગે તપાસના ઓર્ડર આપ્યા છે.’

‘કમલનાથની સુરક્ષામાં થઇ ચૂક’ – કોંગ્રેસ

ત્યાં જ કોંગ્રેસે આ ઘટનાને પૂર્વ મુખ્યમંત્રીની સુરક્ષામાં ગંભીર ચૂક ગણાવી. કોંગ્રેસ પ્રવકતા નરેન્દ્ર સલુજાએ કહ્યું કે ‘લિફ્ટ પડવાની ઘટના ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. આ કમલનાથજીની સુરક્ષામાં મોટી બેદરકારી હતી. એની તપાસ થાય અને હોસ્પિટલની વ્યવસ્થા પર કાર્યવાહી કરવામાં આવે.

Advertisement

આ હોસ્પિટલનું નિર્માણ હાલમાં જ થયું છે. લિફ્ટ અચાનક 10 ફૂટ નીચે જતી રહેતા લિફ્ટ ધૂળ અને ધુમાડો ભરાઈ ગયો. લિફ્ટના દરવાજા લોક થઇ ગયા અને લગભગ 10થી 15 મિનિટ પછી મુશ્કેલીથી લિફ્ટનું લોક ખોલવામાં આવ્યું.

Read Also

The post હોસ્પિટલમાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતાથી ભરેલી લિફ્ટ પડી ગઈ નીચે, પ્રશાસનમાં ખળભળાટ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next