Advertisement

આ સરકારી સ્કીમમાં દરરોજ ફક્ત 160 રૂપિયાની બચતથી મેળવી શકો છો 23 લાખ રૂપિયા

06:38 PM Dec 30, 2020 | Mansi Patel |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ભારતીય જીવન વીમા નિગમ- એલઆઈસી એક સરકારી વીમા કંપની છે. જે વિવિધ પ્રકારના વીમા અને રોકાણોનાં વિકલ્પો પ્રદાન કરે છે. એલઆઈસીની મોટાભાગની પોલિસીઓને લોકો પસંદ કરે છે. જો તમારે થોડું રોકાણ કરવું હોય અને ઘણું વળતર મેળવવું હોય તો આ ઈચ્છા પૂરી થઈ શકે છે. આ માટે એલઆઈસીએ એક યોજના શરૂ કરી છે. જેનું નામ એલઆઈસી ન્યૂ મની બેક પોલિસી છે.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

આ યોજનાની વિશેષતા એ છે કે, વીમા કરાવતા લોકોને દર વર્ષે 5 વર્ષમાં મની બેક, મેચ્યોરિટીમાં સારું રિટર્ન, સાથે જ ટેક્સ ઈંશ્યોરન્સ બેનિફિટ પણ મળે છે. એલઆઈસીની આ મની બેક પ્લાન નોન લિંક્ડ લાઇફ ઇન્સ્યુરન્સ પોલિસી છે. જે ખાતરીપૂર્વક વળતર અને બોનસ આપે છે. આ યોજના લેવા માટે તમને 20 વર્ષ અને 25 વર્ષનાં 2 વિકલ્પો મળશે. આ પોલિસી એક સંપૂર્ણ કરમુક્ત પોલિસી છે. આ સાથે, તેના વ્યાજ, પ્રીમિયમ ચુકવણી અને પાકતી મુદત પર મળતી રકમ પર કોઈ ટેક્સ નહીં લાગે. જો તમે આ યોજનામાં 25 વર્ષ માટે દરરોજ 160 રૂપિયાનું રોકાણ કરો છો, તો 25 વર્ષ પછી તમને 23 લાખ રૂપિયા મળશે.

એલઆઈસી અનુસાર, કોઈ વ્યક્તિ આ યોજના 13 વર્ષથી 50 વર્ષ સુધી લઈ શકે છે. આ યોજનામાં, દર પાંચમા વર્ષે એટલે કે પાંચમા વર્ષે, દસમા વર્ષે, 15 મા વર્ષે, 20 મા વર્ષે, તમને 15-20% પૈસા પાછા મળશે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે ઓછામાં ઓછા 10% પ્રીમિયમ જમા થશે. આ સાથે રોકાણકારોને પાકતી મુદતે બોનસ આપવામાં આવશે. આ યોજનામાં આકસ્મિક મૃત્યુ પર પણ કુલ 10 લાખ રૂપિયા મળશે. મેચ્યોરિટી થવા પર, રોકાણકારોને બોનસ પણ આપવામાં આવશે.

READ ALSO

The post આ સરકારી સ્કીમમાં દરરોજ ફક્ત 160 રૂપિયાની બચતથી મેળવી શકો છો 23 લાખ રૂપિયા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next