Advertisement

Laxmi Movie Review: ભરપૂર કૉમેડી છતાં આ કારણે નિરાશ કરે છે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’, જોતા પહેલા વાંચી લો રિવ્યુ

11:22 AM Nov 10, 2020 | Bansari |
Advertisement

GSTV

મોટા ભાગની હોરર હિન્દી ફિલ્મો કોમેડી બની જતી હોય છે. જ્યારે કેટલીક ફિલ્મ કોમેડીના નામે હોરર બની જતી હોય છે. હવે હોરર-કોમેડી ફિલ્મો બનવાનો વચલો માર્ગ શોધી કાઢવામાં આવ્યો છે જેથી પ્રેક્ષકો હસતા રહે અન ડરતા પણ રહે અને તેને એ સમજણ પડે નહી કે ડરવાની જગ્યાએ હસતો તો નથી ને.

આ જોનરમાં જ ગોલમાલ અગેઇન ખરાબ ફિલ્મ હોવા છતાં સારી ચાલી હતી. જ્યારે સ્ત્રી ફિલ્મ સુંદર હતી અને સફળ પણ રહી. આ જોનરમાં લક્ષ્મી ફિલ્મ આવી છે પરંતુ તે નિરાશ કરે છે. તમિળની હિટ ફિલ્મ કંચનાની રિમેક એટલે લક્ષ્મી. ટીવી પર કંચના ફિલ્મ તો ઘણી વાર જોવા મળી છે.

લક્ષ્મી ફિલ્મમાં કોમેડી અને હોરરની સાથે સાથે ઇમોશનલ મેસેજ પણ છે. પરંતુ સમસ્યા એ છે કે આ તમામ બાબતો કોઈ સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ વિના જ ઘુસાડી દેવામાં આવ્યા છે. એમ લાગે છે કે કોઈ તમને પરાણે હસાવવા કે ડરાવવા માગે છે. કોઈ જાતના માહોલ વિના આ પ્રકારનો પ્રયાસ નિરર્થક લાગે છે અને આ ફિલ્મનો મોટા ભાગનો હિસ્સો આવો જ લાગે છે.

ફિલ્મનો પહેલો કલાક સાવ નિરાશાજનક છે જેમાં કોમેડીને મહત્વ આપવામાં આવ્યું છે. જે એકદમ સપાટ છે, વચ્ચે વચ્ચે હોરર સિન આવે છે. આ સિનને વાર્તા સાથે લેવા દેવા નથી. ઉતાવળ દેખાય છે અને ફિલ્મને ભગાવવાનો પ્રયાસ થતો હોય તેમ લાગે છે. લેખનની કમી પણ સ્પષ્ટ દેખાઈ આવે છે.

Advertisement

આસિફ અને રશ્મીની વાત આ ફિલ્મમાં છે. માતાપિતાની મરજી વિરુદ્ધ બંને લગ્ન કરે છે. રશ્મીના માતાપિતાના લગ્નના 25 વર્ષની ઉજવણી માટે તેઓ એકત્રિત થાય છે જ્યાં આસિફની અંદર ભૂત પ્રવેશે છે જે ટ્રાન્સજેન્ડર છે. તેને ભગાવવા માટે હિન્દુ બાબા, મુસ્લિમ બાબાની મદદ લેવાય છે પછી ખબર પડે છે કે ભૂતનું નામ લક્ષ્મી છે જે બદલો લેવા માગે છે. અક્ષયકુમાર તેના અભિનયના જોર પર ફિલ્મને ઉપર લાવવાનો પ્રયાસ કરે છે. તેણે કમાલ કરી છે પરંતુ કમજોર સ્ક્રીનપ્લે કારણે તેનો પ્રયાસ નિષ્ફળ રહે છે.

Read Also

The post Laxmi Movie Review: ભરપૂર કૉમેડી છતાં આ કારણે નિરાશ કરે છે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’, જોતા પહેલા વાંચી લો રિવ્યુ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next