Advertisement

લખીમપુર હિંસા/ ખેડૂતોને કચડવામાં શામેલ અન્ય 4 લોકોની પોલીસે કરી ધરપકડ, ગાડીમાંથી ભાગી રહેલો ભાજપનો સભ્ય પણ ઝડપાઈ ગયો

10:00 PM Oct 18, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

લખીમપુર હિંસા મામલે ખીરી પોલીસ અને સ્વાટ ટીમે સોમવારે વધુ ચાર લોકોની ધરપકડ કરી છે. ધરપકડ લોકોમાં ભાજપ સભ્ય સુમિત જયસ્વાલ પણ છે. હિંસાના જે વીડિયો વાયરલ થયો હતો. તેમાં થાર ઝીપથી નિકળીને ભાગતા સુમિત જયસ્વાલ જ દેખાયો હતો. સુમિત શિવપુરી મોહલ્લાનો સભ્ય છે. આ ઉપરાંત શિશુપાલ, સત્ય પ્રકાશ ત્રિપાઠી ઉર્ફ સત્યમ અને લખનઉના નંદન સિંહને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે સત્યપ્રકાશ ત્રિપાઠીની પાસેથી એક લાયસન્સ રિવોલ્વર અને ત્રણ ગોળીઓ પણ ઝડપી પાડી છે. મામલે અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ થઈ ગઈ છે.

સુમિત જયસ્વાલની ધરપકડથી કેટલાય કૌભાંડોનો પર્દાફાશ થવાની શક્યતા છે. જે થાર ઝીપથી ખેડૂતોને કચડવાનો વીડિયો વાયરલ થયો હતો, તે ઝીપમાં સુમિત જયસ્વાલ બેઠો હતો. સુમિત જયસ્વાલ નિકળીને ભાગવાનો વીડિયો વાયરલ થયો હતો. પહેલા અમુક લોકો નિકળીને ભાગતો વ્યક્તિને આશીષ ખેડૂતો પર હુમલો થતાં ત્યાંથી નિકળીને ભાગવા જઈ રહ્યો હતો.

ઘટનાના દિવસે ત્યાં ભાગતા સુમિતનો વીડિયો વાયરલ થયા બાદથી તે ફરાર હતો. પોલીસે સતત તપાસ ચાલું રાખી. માનવામાં આવે છે કે, અંડરગ્રાઉન્ડ થઈ જવાના કારણે તેનું લોકેશન ટ્રેસ થઈ રહ્યુ નહોતું. હવે પોલીસનું માનવું છે કે, સુમિતની ધરપકડ સાથે આ મામલે કેટલાય મોટા રાજ ખુલશે.સાથે જ એ પણ સ્પષ્ટ થઈ જશે કે, ઘટના સમયે ગાડીમાં કોણ કોણ બેઠું હતું.

READ ALSO

Advertisement

The post લખીમપુર હિંસા/ ખેડૂતોને કચડવામાં શામેલ અન્ય 4 લોકોની પોલીસે કરી ધરપકડ, ગાડીમાંથી ભાગી રહેલો ભાજપનો સભ્ય પણ ઝડપાઈ ગયો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next