Advertisement

કોંગ્રેસનો હાથ ભીડમાં : અહમદ પટેલની ખોટ વર્તાઈ, પવનકુમાર બંસલ પાસે નથી એ પાવર કે રૂપિયા ભેગા કરી શકે

12:09 PM Feb 21, 2021 | Bansari |
Advertisement

GSTV

દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બચ્યા છે પણ ફંડના અભાવે કોંગ્રેસ મૂંઝવણમાં છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ગયા મહિને એઆઈસીસીની બેઠક બોલાવી ત્યારે તમામ ટોચના નેતાઓને પાર્ટી માટે ફંડ ઉભું કરવામા મદદ કરવા કહ્યું હતું પણ તેની બહુ અસર ના પડતાં રાજ્ય એકમોને ફરી ફંડ માટે કહેવાયું છે.

કોંગ્રેસનો હાથ ભીડમાં, કોંગ્રેસને પૂરતું ફંડ નથી મળતું

કોંગ્રેસ સૂત્રોના મતે, કેશ રીચ કહેવાય એવાં રાજ્યોમાં કોંગ્રેસની સત્તા નથી તેથી કોંગ્રેસનો હાથ ભીડમાં છે. ઉદ્યોગપતિઓના ઈલેક્શન ફંડનો મોટો હિસ્સો ભાજપ લઈ જાય છે તેથી પણ કોંગ્રેસને પૂરતું ફંડ નથી મળતું.

વર્તમાન ખજાનચી પવન કુમાર બંસલ પાસે અહમદ પટેલ જેવી તાકાત કે સંપર્કો નથી

સૂત્રોના મતે, કોંગ્રેસને અહમદ પટેલની ખોટ પણ વર્તાઈ રહી છે. કોંગ્રેસ સત્તામા નહીં હોવા છતાં પટેલે કોંગ્રેસે ફંડની ખોટ નહોતી પડવા દીધી. ઉદ્યોગપતિઓ અને બિઝનેસ જગત સાથેના વ્યક્તિગત સારા સંબંધોનો ઉપયોગ કરીને પટેલ ફંડ લઈ આવતા હતા. ચૂંટણી સમયે તો પટેલ ગમે ત્યાંથી ફંડ ઉભું કરી દેતા પણ વર્તમાન ખજાનચી પવન કુમાર બંસલ પાસે એ તાકાત કે સંપર્કો નથી તેથી પણ કોંગ્રેસ તકલીફમાં છે.

Read Aslo

The post કોંગ્રેસનો હાથ ભીડમાં : અહમદ પટેલની ખોટ વર્તાઈ, પવનકુમાર બંસલ પાસે નથી એ પાવર કે રૂપિયા ભેગા કરી શકે appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next