Advertisement

કોરોના સામેનું કવચ/ કોરોના રસી લેવા પ્રત્યે યુવાનોમાં જાગૃતિનો અભાવ, આ જિલ્લામાં માત્ર 22 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો

08:12 AM Jul 28, 2021 | Damini Patel |
Advertisement

GSTV

ભાવનગર જિલ્લામાં કોરોના સામે રસીનું કવચ લેવા પ્રત્યે યુવાનોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. ૯.૪૯ લાખના ટાર્ગેટ સામે માત્ર ૨૨ ટકા યુવાનોએ જ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. બીજો ડોઝ લેનારાઓની સંખ્યા પાંચ હજારથી પણ ઓછી છે. યુવાનોની તુલનામાં ૪૫થી વધુ વયના લોકોમાં રસીકરણ પ્રત્યેની ગંભીરતા હોય, ૬૭ ટકા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે.

ભાવનગરમાં માત્ર ૨૨ ટકા લોકોએ રસી લીધી

ભાવનગર જિલ્લાના તમામ નાગરિકોનું રસીકરણ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. પરંતુ હાલની સ્થિતિએ શહેરની તુલનામાં ગ્રામ્ય વિસ્તારના યુવાનોમાં સ્વયં જાગૃતિ જોવા મળી રહી નથી. જેના કારણે ૨૫મી જુલાઈ સુધીની સ્થિતિમાં જિલ્લામાં ૧૮થી ૪૪ વયજૂથના લોકોમાં રસીના પ્રથમ ડોઝની કામગીરી ૨૨ ટકા થઈ છે. કુલ ૯,૪૯,૨૩૪ લોકોના રસીકરણના ટાર્ગેટ સામે ૨,૧૧,૨૦૫ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. બીજો ડોઝ લેનારા માત્ર ૪૯૨૯ (બે ટકા) યુવાનો જ છે. જ્યારે આરોગ્ય વિભાગ, આંગણવાડી તેમજ અન્ય સરકારી વિભાગોમાં ફરજ બજાવતા ૧૦૦ ટકા કર્મચારીએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓમાં બીજા ડોઝની ૮૪ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે આરોગ્ય સિવાયના ૪૭ ટકા કર્મચારીઓએ રસીનો બીજો ડોઝ લીધો છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે જિલ્લામાં કુલ ૧૩,૮૯,૭૭૨ લોકોનું વેક્સિનેશન કરવા માટેનો નિર્ધાર કર્યો છે. તેની સામે પ્રથમ ડોઝ લેનાર ૫,૨૧,૧૦૧ (૩૭ ટકા) અને બીજો ડોઝ લેનાર ૧,૫૮,૯૪૭ (૩૧ ટકા) લોકો નોંધાયા છે.

45+માં 2.66 લાખ લોકોને પ્રથમ ડોઝનું રસીકરણ

જિલ્લામાં ચાલી રહેલી રસીકરણની કામગીરીમાં આધેડવયથી સિનિયર સિટીઝનો વધુ આગળ આવી રહ્યા છે. જિલ્લામાં ૪૫+ના ૩,૯૭,૫૯૦ લોકોના વેક્સિનેશનનો ટાર્ગેટ રખાયો છે. તેની સામે ૨,૬૬,૭૦૫ (૬૭ ટકા) લોકોએ રસીનો પ્રથમ ડોઝ તેમજ ૧,૩૦,૧૭૧ (૪૯ ટકા) લોકોએ બન્ને ડોઝ લીધા છે.

Advertisement

Read Also

The post કોરોના સામેનું કવચ/ કોરોના રસી લેવા પ્રત્યે યુવાનોમાં જાગૃતિનો અભાવ, આ જિલ્લામાં માત્ર 22 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next