Advertisement

કરીનાના બીજા બેબીની તસ્વીર તૈમુર સાથે થઈ રહી છે વાયરલ, જોઈને તમે પણ કહેશો ‘કયૂટ’…

03:06 PM Feb 20, 2021 | Mansi Patel |
Advertisement

GSTV

ગત કેટલાક દિવસોથી ફેંસ કરીના કપૂર ખાનના સેકેંડ બેબીને લઈને ઘણા ઉત્સુક છે. તો બીજી તરફ એ અફવા પણ જોરશોરથી ઉડી રહી છે કે બેબોએ ઓલરેડી બેબીને જન્મ આપી દીધો છે. હકીકતમાં કપૂર ખાનદાનને કરીના કપૂરના ઘરમાં આવતા જોવા મળ્યા હતા. તે ઉપરાંત એક ફોટો પણ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં તૈમુર અલી ખાન એક ન્યૂ બોર્ન બેબીને પોતાના ખોળામાં લઈને બેસેલો દેખાઈ રહ્યો છે. આ ફોટોને કારણે જ લોકો માની રહ્યા છે કે, આ કરીનાનું બીજુ બેબી છે.

એક વર્ષ પહેલાની છે આ વાયરલ તસ્વીર

જણાવી દઈએ કે, એવુ કઈ જ નથી. આ ફોટો 1 વર્ષ જુનો છે. જેને એકટ્રેસની ફ્રેંડ નૈના શોનીએ ક્લિક કર્યો હતો. તમને જણાવી દઈએ કે, કરીનાની ડિલિવરી ડેટ 15 ફેબ્રુઆરી હતી. એવામાં હવે તાની ડિલિવરી કોઈપણ સમયે થઈ શકે છે. સૈફ અલી ખાને કરીના સાથે 16 ઓકટોબર 2012માં એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. જે બાદ 2016માં કરીનાએ તેના પહેલા બાળક તૈમુરને જન્મ આપ્યો હતો. હવે આ કપલ બીજીવાર પેરેંટસ બનવા જઈ રહ્યા છે.

કરીના ‘લાલ સિંહ ચડ્ઢા’માં જોવા મળશે

વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના જલ્દી જ આમિર ખાન સાથે લાલ સિંહ ચડ્ઢામાં જોવા મળશે. લાલ સિંહ ચડ્ઢા 1994માં આવેલી ફિલ્મ ફોરેસ્ટ ગંપની હિંદી રીમેક છે. કરીના કરણ જડોહરની ફિલ્મ તખ્તમાં પણ દેખાશે. જેમાં રણવીર સિંહ, અનિલ કપૂર, વિક્કી કૌશલ, જાન્હવી કપૂર અને ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકાઓમાં છે.

read also

Advertisement

The post કરીનાના બીજા બેબીની તસ્વીર તૈમુર સાથે થઈ રહી છે વાયરલ, જોઈને તમે પણ કહેશો ‘કયૂટ’… appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next