Advertisement

જાણો, બનાસકાંઠામાં કેમ શિક્ષકોને ફટકાર્યો દંડ ?

02:17 PM Aug 02, 2019 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

બનાસકાંઠામાં પ્રાથમિક શાળાના બાળકો પર શિક્ષક દ્વારા ઢોર માર મારવાની ઘટનાઓ સામે આવી હતી. જેને પગલે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચાર શિક્ષકોને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

બનાસકાંઠા જીલ્લામાં તાજેતરમાં જ જીલ્લા બાળ કલ્યાણ અધિકારી દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં સુઈગામ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે.  આ બાબતને ગંભીરતા થી લઈને જિલ્લા શિક્ષણ અધિકારી ચાર શિક્ષકોને RTEના કાયદાના ભંગ બદલ દરેક દોષી શિક્ષકને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સરકાર દ્વારા બાળકોને પ્રેમ અને હુંફથી શિક્ષણ મળે તે માટે અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. પરંતુ શિક્ષકો તે કાયદાને પણ ઘોળી પી જાય છે. તેનું જ પરિણામ છે કે બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ત્રણ માસમાં ચાર બાળકો પરના અત્યાચાર સામે આવ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની દંડાત્મક કાર્યવાહી શિક્ષકો પર કેટલી કારગર સાબિત થાય છે.

 

Advertisement

The post જાણો, બનાસકાંઠામાં કેમ શિક્ષકોને ફટકાર્યો દંડ ? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next