Advertisement

દરરોજ હળદરનું પાણી પીવાના બેનિફિટ્સ જાણી તમે ચોકી જશો, આજે જ ડાઈટમાં કરો સામેલ

12:29 PM Oct 25, 2021 | Damini Patel |
Advertisement

GSTV

ટરમરિક, જેને સામાન્ય રીતે હળદર કહેવામાં આવે છે, તમામ ભારતીયો ઘરમાં જમવાનું બનાવવાનું એક અભિન્ન અંગ છે. કરીનો પીળો રંગ જેમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે, આ માત્ર ભોજનમાં રંગ જ નહિ પરંતુ એનાથી બીજા પણ ઘણા એક્સ્ટ્રા બેનિફિટ્સ પણ છે.

હળદરનો ઉપયોગ ઠંડીમાં ઔષધિઓ તરીકે કરવામાં આવે છે. તમે કરીમાં ચમક જોડવા ઉપરાંત હળદરનું સેવન કરવાનની એક સરળ રીત હળદરના પાણીના રૂપમાં છે.

હળદરનું પાણી આપણી ઇમ્યુનીટી વધારે છે, ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે અને મોસમી શરદી અને ફલૂને દૂર કરે છે. અહીં જાણો હળદરના પાણીના વધુ ફાયદા અને એને બનાવવાની યોગ્ય રીત.

સાંધાનો દુખાવો

સાંધાનો દુખાવો આજકાલ મહિલાઓની સામાન્ય સમસ્યા છે. હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે સંધિવાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરી શકે છે. હળદરનું એક ગ્લાસ પાણી પીવાથી સાંધાનો દુખાવો દૂર રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

Advertisement

હળદરમાં હાજર કર્ક્યુમિન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, જે રોગને દૂર રાખવામાં મદદ કરે છે. હળદરમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ તેને એકંદર સ્વાસ્થ્ય માટે સારું બનાવે છે. તે ફ્રી-રેડિકલ નુકસાનને અટકાવે છે અને રોગોને દૂર રાખે છે.

વજન પર નજર રાખવા વાળાઓ માટે સારૂ

વજન ઘટાડવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે પાચનતંત્રને સ્વસ્થ રાખવું. તમારા આહારમાં હળદરનો સમાવેશ કરવાથી પાચન સુધરી શકે છે. અને જ્યારે તમે તેનું પાણી સાથે સેવન કરો છો, ત્યારે તે તમારું મેટાબોલિઝમ વધારે છે અને તમને કિલો વજન ઘટાડવામાં મદદ કરે છે.

ત્વચા માટે સારું

હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે તમારી ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. હળદરના પાણીનું સેવન ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનને રોકવામાં મદદ કરે છે જે તમને વૃદ્ધ દેખાય છે. નિયમિત સેવન કરવાથી તે તમારી ત્વચાને યુવાન અને ચમકદાર રાખે છે.

ડિટોક્સીફિકેશન

ડિટોક્સિફિકેશન એટલે તમારા શરીરમાંથી તમામ કચરો અને ઝેર દૂર કરવું. દરરોજ આપણે આપણા ખોરાક, પર્યાવરણ અને હવા દ્વારા ઘણા ઝેરી રસાયણોના સંપર્કમાં આવીએ છીએ. આ વાતાવરણ તમને બીમાર કરી શકે છે. તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે, આ કચરો દૂર કરવો જરૂરી છે. એક ગ્લાસ હળદરનું પાણી પીવાથી શરીરના ડિટોક્સિફિકેશનમાં મદદ મળે છે.

હળદરનું પાણી બનાવવાની સાચી રીત

એક નાની તપેલી લો, તેમાં એક કપ પાણી નાખો અને તેને ઉકળવા દો. હવે તેમાં 2 ચપટી હળદર નાખીને મિક્સ કરો અને તેને 1-2 મિનિટ સુધી ઉકળવા દો. પાણીને ગાળીને ગરમ કરો. સ્વાદ વધારવા માટે તમે થોડું મધ પણ ઉમેરી શકો છો.

Read Also

The post દરરોજ હળદરનું પાણી પીવાના બેનિફિટ્સ જાણી તમે ચોકી જશો, આજે જ ડાઈટમાં કરો સામેલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next