Advertisement

ટ્રિક/ તમારો પાર્ટનર Whatsapp પર કોની સાથે કરે છે સૌથી વધુ ચેટ, આ રીતે 1 મિનિટમાં જાણો

10:33 AM Jul 09, 2021 | Bansari |
Advertisement

GSTV

Whatsapp એવી મેસેજિંગ એપ છે, જેને ભારતમાં સૌથી વધુ યુઝ કરવામાં આવે છે. પછી ભલે કોઇને પર્સનલ મેસેજ કરવો હોય કે પછી ઑડિયો કે વીડિયો કૉલ કરવો હોય, લોકો મોબાઇલ ઉઠાવીને સૌથી પહેલા Whatsapp ચેક કરે છે. પાર્ટનર, મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહેવા માટે Whatsapp શાનદાર મેસેજિંગ એપ છે. યુઝર્સ Whatsapp ટિપ્સ અને ટ્રિક્સ શોધતા રહેતાં હોય છે. તેઓ જાણવા માગે છે કે આ એપમાં કયા નવા ફીચર આવ્યા છે. તેઓ તે પણ જાણવા માગે છે, જે Whatsapp પર છે, પરંતુ તેઓ જાણતા નથી. આજે અમે તેમને આવા જ હીડન ફીચર વિશે જણાવવા જઇ રહ્યાં છીએ. Whatsapp પર જ જાણી શકો છો કે તમે કોની સાથે સૌથી વધુ વાતો કરો છો.

Whatsapp પર ઘણાં ગ્રુપ્સ બનાવી દેવામાં આવે છે. પરિવારનું અલગ ગ્રુપ, મિત્રોનુ અલગ ગ્રુપ, ઓફિસનું અલગ ગ્રુપ અને સ્કૂલ ફ્રેન્ડ્સનું અલગ ગ્રુપ. સાથે જ તમે તમારા પાર્ટનરના ફોનનો પાસવર્ડ પણ જાણતા હશો, તો તેનું Whatsapp પણ તમે ચેક કરી શકો છો અને જાણી શકો છો કે તે કોની સાથે સૌથી વધુ વાતો કરે છે. ચાલો જાણીએ આ ટ્રિક વિશે…

ચાર સ્ટેપ્સથી મદદથી જાણો

  • પહેલા Whatsapp ઓપન કરો અને ઉપર દેખાઇ રહેલા ત્રણ ડૉટ્સ પર ક્લિક કરો.
  • તે બાદ ત્યાંથી સેટિંગ્સ પર ક્લિક કરો. જ્યાં તમને ઘણા ઓપ્શન્સ જોવા મળશે.
  • સાથે જ તમને સ્ટોરેજ એન્ડ ડેટા નામનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • તેને ઓપન કર્યા બાદ પણ ઘણા ઓપ્શન્સ જોવા મળશે, ત્યાં તમારે મેનેજ સ્ટોરેજ પર ક્લિક કરવાનું છે.
  • ક્લિક કરતાં જ તમને આખી લિસ્ટ જોવા મળશે. જે સૌથી પહેલુ નામ હશે. તમે તેની સાથે સૌથી વધુ વાતો કરો છો.

Read Also

The post ટ્રિક/ તમારો પાર્ટનર Whatsapp પર કોની સાથે કરે છે સૌથી વધુ ચેટ, આ રીતે 1 મિનિટમાં જાણો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next