Advertisement

Home Remedy / આ ઘરેલું ઉપચાર અપનાવો અને તરત માથાના દુ:ખાવાથી મેળવો રાહત, પેઇનકિલર શું છે એ પણ ભૂલી જશો

06:43 PM Sep 21, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

માથાનો દુ:ખાવો એક સામાન્ય લક્ષણ છે, જે મોટાભાગના વ્યક્તિને થાય છે. જો કે માથાનો દુ:ખાવાની ગંભીરતામાં તફાવત હોઈ શકે છે. માથાનો દુ:ખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે- તણાવ, હાઈ બ્લડ પ્રેશર, થાક, ઉંઘનો અભાવ, હેંગઓવર, નબળો પ્રકાશ, સાઇનસ, આરામનો અભાવ, ઇન્સોમ્નિયા વગેરે. સામાન્ય રીતે સામાન્ય માથાનો દુ:ખાવો જાતે જ સારો થઈ જાય છે. પરંતુ ઓફિસ કે ઘરના કામ પર અસર ન થાય, તેથી લોકો માથાના દુ:ખાવોની ગોળીઓ અથવા પેઇનકિલર લે છે.

માથાના દુ:ખાવાની ગોળીનું વારંવાર સેવન કરવું સારું નથી. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તેથી તમે માથાનો દુ:ખાવો દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અપનાવી શકો છો.

આયુર્વેદિક નિષ્ણાત ડો. અબરાર મુલ્તાનીના મતે આપણા મનમાં ચોક્કસપણે આ પ્રશ્ન આવે છે કે માથાનો દુ:ખાવો કેમ થાય છે. હકીકતમાં વિવિધ કારણોસર મગજની નસો અથવા કોષોમાં ઇમ્ફ્લામેશન થાય છે. જેના કારણે તેમને દુ:ખાવો થવા લાગે છે. માથાના દુ:ખાવાના કારણો આપણે જાણી ચુક્યા છીએ, ચાલો હવે જાણીએ કે માથાનો દુ:ખાવોની સારવાર શું છે.

કાળા મરી

કાળા મરી માથાના દુ:ખાવાની દવા તરીકે પણ અસરકારક છે. દેશી ઘી સાથે 6-7 કાળા મરી ચાવો. આ સામાન્ય અને માઇગ્રેન જેવા માથાના દુ:ખાવાથી રાહત આપશે.

લવિંગની પોટલી

Advertisement

માથાનો દુ:ખાવા માટે ઘરેલું ઉપચારમાં લવિંગની પોટલીને સુંઘવાની સલાહ આપવામાં આવે છે. લવિંગમાં ઇમ્ફ્લામેટરી ગુણ હોય છે, જે મગજની નસોને શાંત કરે છે.

લીંબુની છાલ

2-3 લીંબુ લો અને તેને છોલી લો. ત્યારબાદ છાલને પીસીને કપાળ પર લગાવો. તે માથાની ચેતા અને પેશીઓને શાંત કરવામાં પણ મદદ કરે છે.

અજમો

મોસમના બદલાવ સાથે, સામાન્ય શરદી અથવા માઇગ્રેનને કારણે માથાનો દુખાવો શરૂ થાય છે. અજમો તેનો ઘરેલું ઉપાય હોઈ શકે છે. સુતરાઉ કાપડમાં અજમો પાવડર મૂકીને પોટલી બનાવો. આ પોટલીને વારંવાર સુંઘો.

પાણી

માથાના દુ:ખાવામાં રાહત મેળવવા માટે લોકો કોફી અથવા ચાનું સેવન કરે છે. પરંતુ તેના બદલે પૂરતું પાણી પીવો. શરીરને હાઇડ્રેટેડ કર્યા પછી માથાનો દુ:ખાવો દૂર થાય છે.

ઉંઘ

જો તમે ઉંઘની અછતને કારણે માથાનો દુ:ખાવો અનુભવી રહ્યા છો, તો દરરોજ ઓછામાં ઓછા 8 કલાકની ઉંઘ લેવાનું શરૂ કરો. ઉંઘ મનને તાજગી આપે છે.

Read Also

The post Home Remedy / આ ઘરેલું ઉપચાર અપનાવો અને તરત માથાના દુ:ખાવાથી મેળવો રાહત, પેઇનકિલર શું છે એ પણ ભૂલી જશો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next