Advertisement

દુષ્કાળના ભણકારા/ વરસાદ ખેંચાતા આ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ, પડતા પર પાટુ જેવી થઇ ખેડૂતોની સ્થિતિ

01:25 PM Aug 21, 2021 | Bansari |
Advertisement

GSTV

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા હવે દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે કિસાન સંગઠન દ્વારા લાખણી મામલતદારને આવેદનપત્ર પાઠવી બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. ખેડૂતો તેમનો મુરઝાયેલો પાક લઇને મામલતદાર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા. ખેડૂતોએ દિયોદર,લાખણી, ધાનેરા તેમજ થરાદ જેવા પાણી રહિત વિસ્તારમાં નવીન કેનાલ આપવાની પણ માંગ કરી છે.

  • વરસાદ ખેંચાતા બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળના ભણકારા
  • કિસાન સંગઠન દ્વારા મામલતદારને આવેદન પત્ર અપાયું
  • બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
  • દિયોદર લાખણી ધાનેરા થરાદ જેવા પાણી રહિત વિસ્તારમાં નવીન કેનાલ આપવાની પણ માંગ
  • લાખણી મામલતદારને આવેદન પત્ર આપી ખેડૂતો એ આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને નવીન કેનાલ આપવાની માંગ કરી
  • લાખણી મામલતદાર કચેરી ખાતે ખેડૂતો પોતાનો મુર્જાયેલ પાક લઈ રજુઆત કરવા પોહચ્યા

જિલ્લામાં 28 ટકા જ વરસાદ નોંધાયો

ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત છે. ચોમાસુ વિત્યાને દોઢ મહિનાનો સમય થયો હોવા છતા જિલ્લામાં 28 ટકા જ વરસાદ નોંધાયો છે.જેથી ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે.

વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત પડતા ઉપર પાટુ જેવી થઈ

બનાસકાંઠાં જિલ્લો હંમેશા પાણીની તકલીફથી ઝુઝી રહ્યો છે. જોકે નર્મદાની નહેર આવતા સરહદી વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા થોડે અંશે ઓછી થઈ હતી. જોકે બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત હોવાથી ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મોંઘી ખેડાઈ આપીને ચોમાસુ વાવેતર કર્યું હતું. જોકે વાવણી બાદ મોટાભાગના તાલુકાઓમાં નહિવત વરસાદ પડતાં અને વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે.

પાલનપુર તાલુકો ખેતી આધારિત છે મોટાભાગના ખેડૂતો ખેતી અને પશુપાલનના વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં પહેલેથી જ પાણીના તળ ખુબ જ ઊંડા ગયા છે તો આ વર્ષે પાલનપુર પંથકમાં ફક્ત 29.86 ટકા જ વરસાદ પડ્યો છે અને વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત પડતા ઉપર પાટુ જેવી થઈ છે. ખેડૂતોએ સારો વરસાદ થશે તેવી આશાએ મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેતર કર્યું હતું.

Advertisement

તેવામાં હવે વરસાદ ખેંચાતા પાણી વગર ખેડૂતોનો મહામુલો પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. જો વરસાદ નહિ આવે તો ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ જશે અને ખેડૂતો દેવાદાર બની જશે. જેથી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર આ વિસ્તારમાં સિંચાઇની કોઈ યોજના લાવે. જેથી જો વરસાદ ખેંચાય તો પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે અને તેમને નુકશાન વેઠવું ન પડે.

Read Also

The post દુષ્કાળના ભણકારા/ વરસાદ ખેંચાતા આ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ, પડતા પર પાટુ જેવી થઇ ખેડૂતોની સ્થિતિ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next