Advertisement

અધવચ્ચે આઉટ થતાં BJPના મુખ્યમંત્રીઓ: કચ્છ ભૂકંપ પછી કેશુબાપા અને કોરોનાએ વિજય રૂપાણીનો ભોગ લીધો, સૌરાષ્ટ્રમાં જાગી ચર્ચા

10:02 AM Sep 12, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ગુજરાતમાં ઈ.સ.1980-85, અને ઈ.2002થી 2012 સુધીના ત્રણ  ટર્મમાં બે જ મુખ્યમંત્રીઓ પાંચ વર્ષનો કાર્યકાલ પૂરો કરી શક્યા છે તો રાજકોટના રૂપાણીએ આૃધવચ્ચે રાજીનામુ આપ્યું તે રાજકોટના રાજકીય ઈતિહાસમાં પણ નવું નથી.

રાજકોટના વતની સ્વ.કેશુભાઈ પટેલ ઈ.1998માં મુખ્યમંત્રી બન્યા પછી કચ્છ ભૂકંપ પશ્ચાત્ સમયમાં ટર્મ પૂરી કરી શક્યા ન્હોતા તો 65 વર્ષીય નખશિખ રાજકોટીયન વિજય રૂપાણી પણ તેમના કાર્યકાલને સવા વર્ષ બાકી છે ત્યારે આૃધવચ્ચે પદ છોડયું છે કે છોડવું પડયું છે. કેશુભાઈની જગ્યાએ મોદી સી.એમ.બન્યા હતા અને હવે રૂપાણીની જગ્યાએ પાટિલ બનશે કે પાટીદાર કે અન્ય કોઈ તે અંગે ચર્ચા જાગી છે. 

ધારાસભા મતવિસ્તાર રાજકોટ (વેસ્ટ) કે જે અગાઉ રાજકોટ-2 તરીકે જાણીતો હતો તે ગુજરાતના રાજકારણમાં ખૂબ મહત્વનો રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જિંદગીની સૌ પ્રથમ ચૂંટણી આ મતવિસ્તારમાં ઈ.સ.2001માં લડી હતી.

આ ચૂંટણી તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે એવું તેમણે રાજકોટની એક સભામાં કહ્યું હતું. રાજકોટથી મોદી 24-2-2002ના માત્ર 14,728 મતે ચૂંટાયા ત્યારે કેશુભાઈની ટર્મ અધુરી રહી.મોદીએ પણ ઈ.સ.2012થી 2017ની ટર્મ પૂરી કરી ન્હોતી. જો કે તેનું કારણ તેઓ વડાપ્રધાન બન્યા તેવું ભવ્ય હતું. 

Advertisement

બાદમાં રૂપાણી પણ આ જ મતવિસ્તારથી ચૂંટાઈને તા.22-12-2017થી પૂરી ટર્મ માટે મુખ્યમંત્રી  બન્યા હતા. હવે રાજકોટ-વેસ્ટના 2022 માટે ફરી વજુભાઈ ઉમેદવાર કે અન્ય તે સવાલ પણ જાગ્યો છે, આ એ જ મતવિસ્તાર છે જ્યાંથી ગુજરાત વિધાનસભામાં ભાજપને ઈ.સ.1967મા પ્રથમ ધારાસભ્ય ચૂંટાવા સાથે પ્રવેશ મળ્યો હતો. 

મહત્વની વાત એ છે કે આ બન્ને નેતાઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રાજકોટથી ચૂંટણી  લડયા, બન્ને તેમના પૂરોગામીની મુદત પૂરી થાય તે પહેલા આૃધવચ્ચે  મુખ્યમંત્રી બન્યા અને અને તેમના માટે  પોતાની આ વર્ષો નહીં દાયકાઓ જુની સીટ ખાલી કરી આપનાર હતા વજુભાઈ વાળા!  

કેશુભાઈ પટેલને વીસ વર્ષ પહેલા મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા ત્યારે તેમનો વાંક શુ, ગુનો શુ? તે પ્રશ્નનો પક્ષે હજુ સુધી ઉત્તર જાહેર કર્યો નથી. ત્યારે વિજય રૂપાણીના રાજીનામાનું કારણ પણ કાયમ ઢંકાયેલું જ રહે તેવી સંભાવના છે. 

વજુભાઈ વાળાએ એક વાતચીતમાં કહ્યું હતું કે રાજીનામાનું કારણ કાંઈ હોતુ નથી, પાર્ટી નક્કી કરતી હોય છે, કાર્યકર્તાની જવાબદારી બદલાવતી હોય છે.  પરંતુ, સૌરાષ્ટ્રમાં આ કારણ શુ તે અંગે તરેહ તરેહની અટકળો શરૂ થઈ છે. મુખ્યમંત્રીના હોમટાઉનમાં વિજયભાઈ ટ્વેન્ટી-20 રમવાનું કહીને 5 વર્ષ 1 મહિનો સત્તા પર રહ્યા ત્યારે હવે તેમની બેટીંગ લાંબી ચાલવાની છે તેવું માનતા લોકોમાં આજની ઘટનાથી ભારે આશ્ચર્ય ફેલાયું છે. 

રાજકોટમાં સૌ પ્રથમ લોકપ્રિય ઢેબરભાઈએ ટર્મ પૂરી નહોતી કરી

મુખ્યમંત્રીએ ટર્મ પૂરી નહીં કરવાની વાત  સૌરાષ્ટ્રમાં સીત્તેર વર્ષ જુની છે પરંતુ, ત્યારે કારણો જુદા અને સર્વવિદિત રહેતા. જેમ કે આઝાદી પછી ઈ.સ.1956 સુધી સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે લોકપ્રિય મુખ્યમંત્રી  ઉછરંગરાય ઢેબરે ઈ.સ.1948થી 1952ની ટર્મ પૂરી કરી પણ ઈ.સ.1954માં સી.એમ. બન્યા પછી રસિકલાલ પરીખને આ પદ બેસાડાતા અને તેમને એ.આઈ.સી.સી.ના પ્રમુખનું પદ અપાતા ટર્મ પૂરી કરી ન્હોતી.તો ઘનશ્યામભાઈ ઓઝા રાજકોટના સાંસદ હતા તેઓ આૃધવચ્ચે 1972માં  ગુજરાતના સી.એમ.બન્યા હતા.

READ ALSO

The post અધવચ્ચે આઉટ થતાં BJPના મુખ્યમંત્રીઓ: કચ્છ ભૂકંપ પછી કેશુબાપા અને કોરોનાએ વિજય રૂપાણીનો ભોગ લીધો, સૌરાષ્ટ્રમાં જાગી ચર્ચા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next