Advertisement

લગ્નજીવનમાં ભંગાણ: યે રિશ્તા ક્યા કહલાતા હૈં ફેમ કરણ મેહરાની મુંબઈ પોલીસે આ કારણે કરી ધરપકડ

09:56 AM Jun 01, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ટીવીના જાણીતા એક્ટર કરણ મેહરાને મુંબઈ પોલીસે પકડી પાડ્યો છે. તેના પર તેની પત્ની નિશા રાવલને ડોમેસ્ટિક વાયલેંસનો કેસ નોંધવામાં આવ્યો છે. નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે, કરણ મેહરાએ તેન સાથે પહેલા ઝઘડો કર્યો અને બાદમાં મારપીટ કરવા લાગ્યો હતો.

ત્યાર બાદ નિશા રાવલે ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. ફરિયાદ બાદ પોલીસે કરણ મેહરાની ધરપકડ કરી છે. કરણ મેહરા પર આરોપ છે કે, 336,337,332,504,506 અંતર્ગત ફરિયાદ દાખલ કરાઈ છે.

આજે કોર્ટમાં રજૂ કરાશે

આપને જણાવી દઈએ કે, ઘણા દિવસોથી કરણ અને નિશાના લગ્નજીવનમાં અણબનાવની ખબરો આવતી રહી છે. જો કે કરણે આ બધી બાબતોને જૂઠાણુ ગણાવ્યુ હતું.

કરણ મેહરા અને નિશા રાવલે લગભગ 6 વર્ષ સુધી ડેટીંગ કર્યા બાદ 2012માં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત હંસતે-હંસતેના સેટ પર થઈ હતી. જ્યારે કરણ મેહરા બિગ બોસ ગયો ત્યારે નિશા પ્રેગ્નેટ હતી. બંનેને એક દિકરો પણ છે જેનો જન્મ 2017માં થયો હતો.

Advertisement

READ ALSO

The post લગ્નજીવનમાં ભંગાણ: યે રિશ્તા ક્યા કહલાતા હૈં ફેમ કરણ મેહરાની મુંબઈ પોલીસે આ કારણે કરી ધરપકડ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next