Advertisement

કંગનાના ચાહકો માટે ખુશખબર: કરીનાના હાથમાં સીતાનો રોલ સરકી ગયો, હવે કંગના બનશે ‘માતા સીતા’

10:32 AM Sep 15, 2021 | Bansari |
Advertisement

GSTV

બોલિવૂડની ક્વિન કહેવાતી અભિનેત્રી કંગના રાનૌત હાલ પોતાની ફિલ્મ ‘થલાઈવી’ને લઈ ખાસ્સી ચર્ચામાં છે. કંગના આ ફિલ્મમાં જય લલિતાનું પાત્ર નિભાવી રહી છે. ત્યારે હવે એક ગુડ ન્યૂઝ કંગના માટે આવ્યા છે. જય લલિતાના પાત્ર બાદ કંગના ટૂંક સમયમાં જ ‘માતા સીતા’નું પાત્ર ભજવતી પણ જોવા મળશે. આ અંગે ખુદ કંગનાએ સો. મીડિયા પર જાણકારી આપી છે.

કંગના રાણાવતે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા કંગનાએ જણાવ્યું છે કે તે આલૌકીક દેસાઈ દ્વારા નિર્દેશિત થનારી ફિલ્મ ‘સીતા’માં મુખ્ય પાત્ર ભજવવા જઈ રહી છે. કંગનાએ પોતાની પોસ્ટમાં એમ પણ કહ્યું કે તે આ પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કંગનાએ પોસ્ટમાં લખ્યું, ‘ધ અવતાર – સીતા, હું આ પ્રતિભાશાળી કલાકારની ટીમ સાથે આ ફિલ્મમાં શીર્ષક ભૂમિકા ભજવવાથી ખૂબ જ ખુશ છું. સીતા રામના આશીર્વાદથી. જય સિયા રામ ‘.

આલોકિક દેસાઈની આ ફિલ્મ ઘણા મહિનાઓથી ચર્ચાનો વિષય રહી હતી. આ ફિલ્મ માટે ઘણી અભિનેત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ફિલ્મમાં સીતાનો રોલ કરવા માટે કરીના કપૂર ખાનને સામેલ કરવામાં આવી છે. પરંતુ કરીનાએ આ ફિલ્મ માટે 12 કરોડ રૂપિયા ફીની માંગણી કરી હતી. જે બાદ હવે આ પાત્ર કરીનાની બેગમાંથી સરકી ગયું છે અને કંગના રાણાવતની ખાતામાં આવી પડી છે. આ સમાચાર સાથે કંગના રાણાવતના ચાહકોમાં ખુશીનો માહોલ છે.

આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ એક પૌરાણિક ડ્રામા ફિલ્મ છે. જેનું નિર્દેશન અલૌકિક દેસાઈ કરવાના છે. આ ફિલ્મ એક ભવ્ય સેટ પર બનાવવામાં આવશે. એ હ્યુમન બીઇંગ સ્ટુડિયોના બેનર હેઠળ બનેલી આ ફિલ્મની વાર્તા ખુદ અલૌકિક દેસાઇએ કે વી વિજયેન્દ્ર પ્રસાદ સાથે મળીને લખી છે. ફિલ્મના સંવાદો મનોજ મુન્તાશીરે લખ્યા છે. હિન્દી ઉપરાંત આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ થશે.

Advertisement

READ ALSO

The post કંગનાના ચાહકો માટે ખુશખબર: કરીનાના હાથમાં સીતાનો રોલ સરકી ગયો, હવે કંગના બનશે ‘માતા સીતા’ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next