Advertisement

જૂનાગઢ : ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઓઝત-2 ડેમ બીજી વાર ઓવરફ્લો

06:28 PM Aug 10, 2019 | Nilesh Jethva |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

જુનાગઢના બાદલપુર નજીક આવેલ સૌથી મોટો ઓઝત-2 ડેમ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે બીજી વાર ઓવરફલો થયો છે. પરંતુ મહત્વનું એ છે કે ડેમના ઉપરના ભાગે આવેલા ધ્રાફડ, આંબાજળ, ગુજરીયા ડેમો હજુ ઓવરફ્લો થયા નથી. જૂનાગઢ જિલ્લાના મોટાભાગના તાલુકાઓ અને સાડા ત્રણસોથી વધુ ગામડાઓને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો માટે એક મોટા ખુશીના સમાચાર છે. જેમા વંથલી, માણાવદર, બાટવા, ચોરવાડ, માંગરોળ, માળીયા સહિતના ગામોને પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. પરંતુ ડેમમાં ભારે પાણીની આવક થતાં આ તમામ પાણી સાંજ સુધીમાં પોરબંદરના ઘેડ વિસ્તારને ધમરોળે તેવી પણ એક શક્યતાઓ છે.

READ ALSO

The post જૂનાગઢ : ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઓઝત-2 ડેમ બીજી વાર ઓવરફ્લો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next