Advertisement

જૂનાગઢમાં વરસાદ પડવાના કારણે રસ્તામાં બે ફુટ પાણી ભરાયા હતા

11:02 PM Jul 31, 2019 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

જૂનાગઢ શહેરમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગિરનાર પર્વત પર સાત ઈંચથી વધુ પડેલા વરસાદને કારણે જુનાગઢનો નિચાણવાળો વિસ્તાર પાણીથી તરબોર થઇ ગયો છે. જુનાગઢથી મેંદરડા તરફ વાયા ઈવનગર જતા મેઇનરોડ પર બે ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા છે. જેનાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. નાના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતુ. વરસાદ પડતા નગરજનો સહિત ખેડૂતોમાં ખુશી છવાઇ હતી. વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. વરસાદ પડવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને સાથે તંત્રની બેદરકારી પણ જોવા મળી હતી.

READ ALSO

The post જૂનાગઢમાં વરસાદ પડવાના કારણે રસ્તામાં બે ફુટ પાણી ભરાયા હતા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next