Advertisement

જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદ, ગીરનારનો અદભૂત નજારો જોવા મળ્યો: દામોદર કુંડમાં નવા નીરની આવક

09:12 PM Sep 08, 2021 | pratik shah |
Advertisement

GSTV

જૂનાગઢમાં ધોધમાર વરસાદના કારણે ગીરનારનો અદભૂત નજારો જોવા મળ્યો,..ગિરનાર પર સારા વરસાદથી દામોદર કુંડમાં નવા નીરની આવકર થઈ છે,,આ સિવાય નરસિંહ મહેતા તળાવમાં પાણીની આવક થઈ છે,,જ્યારે સોનરખ સહિતની નદીઓમાં નવા નીરની આવક થઈ છે..સારા વરસાદથી વિલીંગ્ટન ડેમ પર સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે,,આ ડેમ જૂનાગઢ માટે જીવાદોરી સમાન છે,,વિલીંગ્ટન ડેમ ઓવરફ્લો થતા જૂનાગઢના શહેરીજનોને પીવાની પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે..

  • જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદ
  • વિસાવદર ગ્રામ્ય પંથકમાં પાંચથી સાત ઇંચ વરસાદ
  • કેશોદમાં ૪ ઇંચ, જૂનાગઢમાં ૨ ઇંચ
  • ભેંસાણમાં ૩.૫ ઇંચ, મેંદરડામાં ૨.૫ ઇંચ
  • માંગરોળમાં ૩ ઇંચ, માળીયા હાટીનામાં ૫ ઇંચ

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે.. ખેડૂતોના મુરઝાઇ રહેલા પાકને જીવતદાન મળ્યું છે.. વિસાવદરના ગ્રામ્ય પંથકમાં પાંચ થી સાત ઈંચ વરસાદ વરસ્યો છે…તો  વિસાવદરના ભલગામમાં ઘર અને દુકાનમાં પાણી ઘુસી ગયા છે..જૂનાગઢ જીલ્લાના તમામ જળાશયોમાં નવા નીર ની આવક થઇ છે…જેમાં કેશોદમાં 4 ઇંચ..જૂનાગઢમાં 2…ભેંસાણમાં સાડા ત્રણ ઇંચ…મેંદરડામાં અઢી ઇંચ…માંગરોળમાં 3 ઇંચ માળીયા હાટીનામાં 5 ઇંચ…વંથળીમાં 4 ઇંચ અને વિસાવદરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.

The post જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદ, ગીરનારનો અદભૂત નજારો જોવા મળ્યો: દામોદર કુંડમાં નવા નીરની આવક appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next