Advertisement

જૂનાગઢના આ સરોવરમાં માછલાં બચાવવા માટે શરૂ થયું અનોખું અભિયાન, મહાપાલિકા નિંદ્રાધીન

10:38 PM May 15, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

જૂનાગઢની શાન સમા નરસિંહ મહેતા સરોવરમાં માછલાઓને બચાવવાનું શરું થયેલ અભિયાનમાં હવે મહાનગરપાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને નરસિંહ મહેતા સરોવરમાં હવામાંથી ઓક્સિજન મેળવવા માટેની નવી ટ્રીક અપનાવી છે

જૈન સમાજ, જીવદયા પ્રેમીઓ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ નરસિંહ મહેતા સરોવરમાં હજારો માછલાં મરી રહ્યા છે તેને બચાવવા માટે મહા નગરપાલિકાને રજૂઆત કરી. પરંતુ મહાનગરપાલિકાના નિંભર તંત્ર દ્વારા સમયસર કોઇ કાર્યવાહી ન થતાં સેવાભાવી સંસ્થાઓ અને આગેવાનોએ લોકફાળો કરી સરોવરમાં ટેન્કર મારફત પાણી ઠાલવવાનુ શરૂ કરતાં હવે મહાનગરપાલિકાને પણ જીવદયા યાદ આવી હોય તેમ નરસિંહ મહેતા સરોવરમાં કૃત્રિમ પાણીના બેરલમાં મોટર ફીટ કરી તેમાંથી પાણી હવામાં ઉચું ઉડાવી અને હવામાંથી ઓકસીજન મેળવી તે ઓક્સિજન યુક્ત પાણી ફરી સરોવરમાં છોડવામાં આવી રહ્યું છે

જેનાથી સરોવરમાં રહેલ પાણીમાં ઓક્સિજન નું પ્રમાણ વધશે અને ઓક્સિજનના કારણે મોતને ભેટતા માછલાઓ સહિતના જીવોનો બચાવ થઇ શકશે. હાલમાં સરોવરમાં એક મશીન મૂકાયુ છે. આગામી સમયમાં હજુ વધુ બે મશીન મુકવામાં આવશે તેવું મનપાના સત્તાધીશોએ સંસ્થાઓને આશ્વાસન આપ્યું છે.

માછલાઓને બચાવવા માટે મહાનગરપાલિકાએ નવી ટ્રીક અપનાવી તેને જીવદયા પ્રેમીઓએ વધાવી પણ જીવદયા પ્રેમી જૈન સમાજ અને આગેવાનો દ્વારા નરસિંહ મહેતા સરોવરમાં દરરોજ નવું ૨૫,૦૦૦ લીટર પાણી નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે આ માટે લોકફાળો પણ કરવામાં આવી રહ્યો છે જેમાં દોઢસો ટેન્કર પાણી નાખવા માટેનો અત્યાર સુધીમાં લોકફાળો થઈ ચુક્યો છે..

Advertisement

જેથી નરસિંહ મહેતા સરોવરમાં દરરોજ પાંચ ટેન્કર નવું પાણી કરવામાં આવશે અને આ કામગીરી એક મહિનાથી વધુ સમય સુધી ચાલુ રાખવામાં આવશે. આમ જીવદયાપ્રેમીઓએ જીવ બચાવવા માટેની શરુઆત કરતાં મહાનગર પાલિકાએ પણ હરકતમાં આવી જીવ બચાવવા માટેના પ્રયાસો શરૂ કરવાની ફરજ પડી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post જૂનાગઢના આ સરોવરમાં માછલાં બચાવવા માટે શરૂ થયું અનોખું અભિયાન, મહાપાલિકા નિંદ્રાધીન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next