Advertisement

સાવજ તો સાવજ છે / 2 સિંહોએ રસ્તા પર જ કર્યો ગાયનો શિકાર અને લોકો જોતા જ રહ્યા

05:32 PM Sep 03, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

કહેવાય છે કે જયારે જંગલનો રાજા સિંહ શિકાર કરવા માટે નીકળે છે ત્યારે કોઈએ તેને હેરાન કરવો જોઈએ. પહેલી વાત તો એ કે શિકાર કરતા દરમ્યાન કોઈ તેનું ધ્યાન ભટકાવી જ ન શકે. આવો જ એક વિડીયો જૂનાગઢથી સામે આવ્યો છે. જેમાં 2 સિંહ રસ્તા પર જ એક ગાયનો શિકાર કરે છે અને આસપાસથી ગાડીઓ પણ પસાર થઇ રહી છે. પછી શું હતું. પસાર થતા લોકોને પણ ખબર હતી કે અહીં વચ્ચે પડાય તેમ નથી એટલે વિડીયો બનાવવા લાગ્યા.

આ રીતે કર્યો હુમલો

વિડીયોમાં જોઈ શકાય છે કે 2 સિંહો રસ્તા પર જ એક ગાય પર હુમલો કરી દે છે. બંને સિંહો ગાયને પોતાના જડબામાં પકડીને રસ્તાની એક બાજુ પર લઇ આવે છે.

હોર્ન વગાડે છે લોકો

જયારે 2 સિંહો એક ગાય પર હુમલો કરી રહ્યા હતા ત્યારે રસ્તા પરથી અનેક ગાડીઓ પસાર થઇ રહી હતી. લોકો ગાયને બચાવવા માટે પ્રયાસ કરવા લાગે છે અને સિંહોનું ધ્યાન ભટકાવવા માટે હોર્ન વગાડવા લાગે છે. પરંતુ, સિંહો તો સિંહો છે. બંને સિંહોએ ભેગા થઈને ગાયનો શિકાર કરી દે છે અને ગાયનું પ્રાણપંખેરું ઉડી જાય છે.

વિડીયો આવ્યો સામે

જોકે આ હુમલો ક્યારે થયો તેની કોઈ જાણકારી નથી મળી રહી. પરંતુ, માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વીટર પર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઝુબીન આશરાએ વિડીયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર તેનો વિડીયો ખાસ્સો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અત્યારસુધીમાં 3000 થી પણ વધુ લોકોએ જોયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post સાવજ તો સાવજ છે / 2 સિંહોએ રસ્તા પર જ કર્યો ગાયનો શિકાર અને લોકો જોતા જ રહ્યા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next