Advertisement

જૂનાગઢના આ ડેમમાં છે 95% પાણી છતાં ખેડૂતો નથી ઇચ્છતા પિયત માટે તેનું પાણી, આખરે કેમ?

10:36 PM Aug 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

એક એવો ડેમ કે જયાં 95% પાણી છે, કેનાલ છે, પાણી વિતરણની વ્યવસ્થા છે. પરંતુ ખેડૂતો પાણી વગર પોતાનો ઉભો પાક સૂકવવા તૈયાર છે પણ પાણી લેવા તૈયાર નથી. આખરે આ પાણીથી ખેડૂતોને શેનો ડર છે જોઇએ આ અહેવાલમાં

વરસાદ સતત ખેંચાતા જગતનો તાત એવો ખેડૂત પાણી માટે હેરાન પરેશાન છે હાલ પાણીના તમામ સોર્સ સુકાવા લાગ્યા છે. મોટાભાગનાં જળાશયો પણ તળિયાઝાટક છે મુખ્યમંત્રીએ પાણી આપવાની જાહેરાત કરી ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ પાણી આપવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ જે જળાશયોમાં પાણી છે ત્યાથી પાણી આપવાની વાત થઈ. પરંતુ જૂનાગઢ જિલ્લાનું કેરાળા, ઝાલણસર, માખીયાળા, વધાવી સહિતના ગામડાઓની જમીનમાં સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા થઈ શકે તેટલો પાણીનો જથ્થો કેરાળા વીયરમાં ઉપલબ્ધ છે પરંતુ આ તમામ પાણી કેમિકલ યુક્ત થઈ જતા ખુદ ખેડૂતો જ છેલ્લા આઠ-આઠ વર્ષથી પાણી માટે માંગણી કરતા બંધ જ થઇ ગયા. ખેડૂત બિચારો લાચાર બની ગયો છે કેમકે આ પાણીને દૂષિત કરનારાઓ મોટા માફિયાઓ છે તેની સામે સરકાર કે વહીવટી તંત્રનું કંઇ ચાલતું નથી તો ખેડૂતો બીચારો કરે તો કરે શું???

આ પાણીને દૂષિત કરવામાં જેતપુર ડાઈગ ઉધોગ દ્વારા કપડાઓને ધોવા માટેના ધોલાઈ ઘાટો બનાવવામાં આવ્યા છે અને કપડાઓના ધોવાણ બાદ કેમિકલયુક્ત પાણી અમુક ઈસમો દ્વારા ખુલ્લેઆમ નદીઓમાં, જળાશયોમાં વહાવી દેવામાં આવે છે જેના કારણે જૂનાગઢ જિલ્લાના 25 થી વધુ ગામડાઓ કેમિકલયુક્ત પાણી થી ત્રાહિમામ થઈ ચૂક્યા છે અને હવે ઉનાળાની કપરી પરિસ્થિતિમાં કેરાળાના ચેકડેમ પર ૧૦ કિલોમીટરના એરિયામાં પાંચથી સાત ગામોમાં એક હજાર હેક્ટર જમીનમાં પીયત થઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. પરંતુ જો આ કેમિકલ યુક્ત પાણી ખેતરમાં પિયત માટે ઉપયોગમાં લેવામાં આવે તો આખેઆખી જમીન જ બંજર બની જાય તેમ છે જેથી પાણીની તમામ વ્યવસ્થાઓ હોવા છતાં ખેડૂત ડેમના સિંચાઈ માટે પાણી લેવા માટે ફફડી રહ્યો છે

આ તમામ વાતને ડેમ અધિકારી પણ સમર્થન આપી રહ્યા છે. છેલ્લે વર્ષ 2013માં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવેલું છે ત્યારબાદ આજદિન સુધી એટલે કે આઠ વર્ષમાં એક પણ ખેડૂતને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત છે તેવી કોઈ ડિમાન્ડ જ આવેલ નથી તેની પાછળનું કારણ પ્રદૂષિત પાણી, પ્રદૂષિત પાણીને રોકવા માટે ખુદ સિંચાઈ વિભાગ દ્વારા જીપીસીબીને રજૂઆત પણ કરેલ છે કે નદીના કે ચેકડેમમાં રહેલ પાણીને દૂષિત થતું અટકાવવા માટે આપની કક્ષાએથી યોગ્ય કામગીરી થાય પરંતુ તે વાત માને કોણ ??

Advertisement

આમ હવે ખેડૂતોને પાણી ન હોય અને સિંચાઈ માટે ન મળે તો માની શકાય પરંતુ પાણી, જરૂરિયાત, અને વ્યવસ્થા તમામ વસ્તુ હોવા છતાં ખેડૂતો પાણીથી થર થર ધ્રુજે છે અને હવે તો ઘણા ખરા ખેડૂતો પોતાની મહામૂલી જમીન વેચી હિજરત કરવાની પણ તૈયારીઓ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post જૂનાગઢના આ ડેમમાં છે 95% પાણી છતાં ખેડૂતો નથી ઇચ્છતા પિયત માટે તેનું પાણી, આખરે કેમ? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next